Homeગુર્જર નગરીપેટ્રોલચોર જેલ હવાલે: આરોપીએ જણાવ્યું પેટ્રોલ ચોરી કરવાનું કારણ, પોલીસ પણ ચોંકી...

પેટ્રોલચોર જેલ હવાલે: આરોપીએ જણાવ્યું પેટ્રોલ ચોરી કરવાનું કારણ, પોલીસ પણ ચોંકી ગઈ

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢનો ‘પેટ્રોલચોર’ શખ્સ પોલીસના સકંજામાં આવી ગયો છે. છેલ્લા કેટલાય સમયથી પોલીસને વાહનોમાંથી પેટ્રોલ ચોરી થતી હોવાની ફરિયાદ મળી હતી. જેમાં તપાસ કરતાં પોલીસે એક શખ્સને ઝડપી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
આરોપ હતો કે, જૂનાગઢ જોષીપરા વિસ્તારમાં ઘર બહાર પાર્ક કરેલી ગાડીઓમાંથી રોજ રાત્રે પેટ્રોલની ચોરી થતી હતી. આ અંગેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. વાહનોમાંથી પેટ્રોલ ચોરી કરતા ચોરને પકડવા સ્થાનિકો પણ રાત ઉજાગરા કરતાં થયા હતા. ઘણા સમયથી આ પેટ્રોલ ચોરી લોકોની ચિંતાનો વિષય બન્યો હતો. ત્યારે જોષીપરા વિસ્તારના સ્થાનિકો દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. જેથી આ રજૂઆતને ધ્યાને લઈ પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ તેમજ વોચ ગોઠવી આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.

પેટ્રોલ કોણ ચોરી જાય છે તે અંગે જાણવા માટે સ્થાનિકોએ એક યુક્તિ કરી હતી. એક વ્યક્તિએ પોતાના ઘરની અગાસી પર મોબાઈલ મૂકી આ ચોર પર નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન એક રાતે ચોર પેટ્રોલની ચોરી કરતો મોબાઈલના કેમેરામાં કેદ થયો હતો. જેને આધારે પોલીસે ચોરને પકડીને જેલ હવાલે કર્યો છે.

આરોપીએ કબૂલાત કરી કે, રોજ રાત્રે તે પ્લાસ્ટિકની બોટલ અને પાઇપ લઈને ગાડીની ડેકીનું લોક તોડી પેટ્રોલની ચોરી કરતો હતો. એટલું જ નહીં તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું કે, તે મોટરસાયકલ પર ફરવાનો શોખીન છે અને પેટ્રોલના ભાવ વધી ગયા હોવાથી તેનો આ શોખ પૂરો કરવા તે બીજાની બાઈકને નિશાન બનાવતો હતો અને પેટ્રોલની ચોરી કરતો હતો. આ શખ્સ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો ન હોવાનું પણ સામે આવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments