Homeગુર્જર નગરીભાવનગરમાં યુવાનની આત્મહત્યા, આત્મહત્યાનું કારણ જાણી ચોંકી જશો

ભાવનગરમાં યુવાનની આત્મહત્યા, આત્મહત્યાનું કારણ જાણી ચોંકી જશો

Team Chabuk-Gujarat Desk: ભાવનગરના એક આશાસ્પદ યુવકે જીવન ટૂંકાવી લીધું. ગળેફાંસો લગાવી તેણે આત્મહત્યા કરી લીધી. જવાનજોધ દીકરાની આત્મહત્યાના પગલે તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પ્રાથમિક તપાસમાં યુવકની આત્મહત્યા પાછળ ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. દાવો છે કે, સરકારી નોકરી માટે તનતોડ મહેનત કરવા છતાં તેને સરકારી નોકરી ન મળતા હતાશ થઈને યુવકે અંતિમ નિર્ણય લઈ લીધો છે અને મોત વ્હાલું કરી લીધું છે. બીજી તરફ આત્મહત્યાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના વડવા ચોરા વિસ્તારમાં રહેતાં હિતેશ સોરઠિયા નામનો યુવક છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે સરકારી પરીક્ષા વખતે પણ યુવક તનતોડ મહેનત કરીને પરીક્ષા આપતો હતો. પરંતું તેને સફળતા મળતી ન હતી. ત્યારે યુવક દ્વારા તનતોડ મહેનત કરવા છતાં તેને સફળતા ન મળતા યુવક નિરાશ થયો હતો.

આખરે સરકારી નોકરી ન મળતા તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે અને આત્મહત્યા પાછળ કોઈ અન્ય કારણ છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments