Homeદે ઘુમા કેશું રોહિત શર્માએ રવીન્દ્ર જાડેજાને 200 રન ન કરવા દીધા!

શું રોહિત શર્માએ રવીન્દ્ર જાડેજાને 200 રન ન કરવા દીધા!

Team Chabuk-Sports Desk: ભારત અને શ્રીલંકા વચ્ચેની મોહાલી ટેસ્ટ બીજા એક કારણોસર ચર્ચામાં છે. જેના પરિણામે ભારતીય ટીમનો કોચ અને પૂર્વ કેપ્ટન-બેટર રાહુલ દ્રવિડ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યા છે. પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમે 574 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેમાં ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ 175 રનનું યોગદાન આપ્યું છે. ભારતે જ્યારે પોતાની ઈનિંગ ડિક્લેર કરી ત્યારે રવીન્દ્ર જાડેજા નોટઆઉટ હતો. એવામાં હવે સોશિયલ મીડિયા પર ફેન્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે રોહિત શર્માએ રવીન્દ્ર જાડેજાને 200 રનનો સ્કોર કરવા દીધો નહીં.

રવીન્દ્ર ઝડપથી રન બનાવી રહ્યો હતો

જ્યારે ઈનિંગ ડિક્લેર કરવામાં આવી ત્યારે રવીન્દ્ર 175ના સ્કોર પર હતો, સેટ હતો અને ઝડપથી રન બનાવી રહ્યો હતો. રવીન્દ્રએ ઈનિંગમાં 17 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. સેન્ચુરી ફટકાર્યા બાદ રવીન્દ્રએ પોતાની રન બનાવવાની સ્પીડ વધારી દીધી હતી. એ જ કારણે ફેન્સને લાગી રહ્યું હતું કે રવીન્દ્ર આરામથી 200 રન સુધી પહોંચી જશે. એવામાં ઈનિંગ ડિક્લેર કરી દેવામાં આવી. સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે રવીન્દ્રને માત્ર છથી સાત ઓવરની આવશ્યકતા હતી. એટલામાં તે 200 રન કરી લેત.

દ્રવિડ કેમ ટ્રેન્ડ કરી રહ્યો છે?

વર્ષ 2003-04માં સૌરવ ગાંગુલી ઈજાગ્રસ્ત હોવાથી ટીમનું સુકાનીપદ રાહુલ દ્રવિડના હાથમાં હતું. ભારત પાકિસ્તાનના પ્રવાસ પર હતું. મુલતાનનું મેદાન, જ્યાં વીરેન્દ્ર સહેવાગે 309 રન બનાવી કિર્તીમાન રચી દીધો હતો, ત્યાં સચિન 194 રન પર રમી રહ્યો હતો અને રાહુલ દ્રવિડે દાવ ડિક્લેર કરી નાખ્યો. ફેન્સ આ ક્ષણને યાદ કરતા આજે પણ ધરાતા નથી. એવામાં મોહાલી ખાતે ફરી સચિનની મુલતાનની ક્ષણ રિક્રિએટ થઈ. આ વખતે રાહુલ દ્રવિડ ભારતીય ટીમના કોચની ભૂમિકામાં છે. જેના અઢળક મીમ્સ બની રહ્યા છે.

ભારતની મજબૂત પકડ

ભારતે પ્રથમ ઈનિંગ આઠ વિકેટ પર 574 રન બનાવી ડિક્લેર ઘોષિત કરી છે. રવીન્દ્ર જાડેજા સિવાય ભારતના વિકેટકિપર બેટર ઋષભ પંતે 96 રનની ઈનિંગ રમી હતી. અશ્વિને 61 અને હનુમા વિહારીએ 58 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા માટે લકમલ, વિશ્વા ફર્નાંડો અને એમ્બુલડેનિયાએ બે-બે વિકેટ ઝડપી હતી. આ મેચમા ભારતની પકડ મજબૂત છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments