Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો શુભારંભ થઈ ગયો છે. પહેલાં દિવસે જ લાખો લોકો પરિક્રમામા જોડાયા. હાલ પરિક્રમમાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યાત્રાળુ વાનરની કનડગત કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પ્રાણીપ્રેમીઓએ નારાજગી વ્યક્ત કરી છે.
મહત્વનું છે કે, લીલી પરિક્રમાના પ્રારંભ પહેલાં જ વનવિભાગ કોઈ વન્યપ્રાણીની કનડગત ન કરવાની સૂચના આપે છે. જો કે, ટીખળખોરો આ સૂચનાને અવગણી પોતાની મનમાની કરે છે. એટલું જ નહીં તેની ટીખળખોરીના લીધે અન્ય યાત્રાળુઓને પણ હેરાન થવાનો વારો આવે છે. અહીં પણ કપિરાજની મસ્તી આ વ્યક્તિને ભારે પડી હોત જો કપિરાજે તેના પર વળતો પ્રહાર કર્યો હોત. ઉપરાંત જો કપિરાજને વધુ ગુસ્સો આવ્યો હોત તો તે અન્ય લોકો પર પણ હુમલો કરેત. જો કે, સદનસીબે એવું ન થયુ કનડગત બાદ પર વાનર પોતાના રસ્તે જતો રહ્યો.
Respected authority/officers,
— Hiren zinzuvadiya (@Hiren_zins) November 5, 2022
Kindly Request to you.
Pls Take immediate action against the person who harassed Monkey in this video. I think this video shoot at Junagadh Girnar-Parikrama.@CMOGuj @dcfsasangir@GujForestDept @pfaindia @CCF_Wildlife @collectorjunag @SP_Junagadh pic.twitter.com/xKyE8wRDLJ
વીડિયોમાં જોઈ શકાય છે કે, રૂટ પર કેટલાાક વાનર સાઈડ પર શાંતિથી બેસેલા છે. આ દરમિયાન એક વ્યક્તિ વાનરની પૂંછ પકડી લે છે અને તેને ઢસડવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ અન્ય યાત્રાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. એક મહિલા આ વ્યક્તિને કહે છે કે, “ભાઈ માણસ જેવા થાઓ”. આ વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર આ ટીખળખોર પર લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તેના વિરૂદ્ધ કાર્યવાહી થાય તેવી માગ કરી રહ્યા છે. સાથે જ લોકો તેની મજાક પણ ઉડાવી રહ્યા છે કે, “આમાથી વાનર કોણ છે?”
પરિક્રમાના રૂટ પર વાનરની કનડગત કરતા યાત્રાળુનો વીડિયો વાયરલ થતા વનવિભાગે તપાસ શરૂ કરી છે અને વીડિયોમાં દેખાતા શખ્સને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત