Team Chabuk-Sports Desk: દુનિયાના સર્વશ્રેષ્ટ બેટર પૈકીના એક અને ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીનો આજે જન્મદિવસ છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેના પર શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે. તો ક્રિકેટ ટીમના સાથી ખેલાડીઓ, ટીમ મેનેજમેન્ટ અને ભારતીય ટીમના કોચ સહિતના લોકોએ પણ કિંગ કોહલીને જન્મદિવસની શુભેચ્છા આપી હતી.
હાલ વિરાટ કોહલી T20 World Cup માટે ઓસ્ટ્રેલિયમાં છે. ઓસ્ટ્રેલિયામાં આવતીકાલે ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે ટકરાશે અને જીત નોંધાવી સેમીફાઈનલમાં સ્થાન પાક્કુ કરશે. જો કે, આ પહેલાં ભારતીય ટીમ મેદાન પર તનતોડ મહેનત કરી રહી છે. આજે પ્રેક્ટીસ પહેલાં વિરાટ કોહલી જન્મદિવસ ઉજવાયો હતો. સાથી ખેલાડીઓ, કોચ અને ટીમના અન્ય સભ્યોની હાજરીમાં કેક કાપી હતી.
Birthday celebrations ON in Australia 🎂 🎉
— BCCI (@BCCI) November 5, 2022
Happy birthday @imVkohli & @PaddyUpton1 👏 👏 #TeamIndia | #T20WorldCup pic.twitter.com/sPB2vHVHw4
મહત્વનું છે કે, T20 World Cupમાં કિંગ કોહલીનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. પાકિસ્તાન સામેની મેચ જીત અપાવ્યા બાદ તેનુ કદ વધ્યું છે. આ ઉપરાત તાજેતરમાં જ તે ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનવનારો ખેલાડી પણ બની ગયો છે. આમ, કોહલી એક બાદ એક સફળતાની સીડીઓ ચઢી રહ્યો છે. કોહલીના ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છે કે, વિરાટ કોહલી આવી જ રીતે રમતો રહે અને નવા રેકોર્ડ બનાવતો રહે.
તો આ તરફ વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ રમૂજ અંદાજમાં કોહલીને શુભેચ્છા પાઠવી. અનુષ્કાએ લખ્યું છે કે, “આજે તારો જન્મદિવસ છે, મારા પ્રેમ, જેથી મે આ પોસ્ટ માટે તારા બેસ્ટ એંગલના ફોટોઝ પસંદ કર્યા છે. હું દરેક સ્થિતિમાં તને ખુબ પ્રેમ કરૂ છું.”
‘વિરાટ’ રેકોર્ડ
તાજેતરમાં જ વિરાટ ટી20 વર્લ્ડકપમાં સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. તેના નામે 23 ઈનિંગમાં ટી-20માં કુલ 1017 રન છે.
વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટન તરીકે 7 બેવડી સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ કેપ્ટન દ્વારા આ સૌથી વધુ છે. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાના નામે હતો, તેણે કેપ્ટન તરીકે 5 બેવડી સદી ફટકારી હતી.
વિરાટ કોહલી ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 10 હજાર રન બનાવનાર ખેલાડી છે. આ મામલામાં તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો. સચિને 259 ઇનિંગ્સમાં 10 હજાર રનનો આંકડો સ્પર્શ કર્યો હતો.
વિરાટ કોહલી સતત ત્રણ ODI સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. તેણે આ પરાક્રમ વર્ષ 2018માં કર્યું હતું.
IPLમાં વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 5,872 રન બનાવ્યા છે. આ રીતે તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા