Team Chabuk-Gujarat Desk: સૌરાષ્ટ્રના આકાશમાં ઉલ્કા જેવી વસ્તુ જોવા મળતા કૂતુહલ સર્જાયું હતું. જૂનાગઢ, વંથલી ઉપલેટા સહિતના ગામોમાં લોકોએ આકાશમાં પ્રકાશ જોયો. ઉપલેટા પંથકમાં તો આકાશમાં ભેદી ધડાકો પણ સંભળાયો. આ ધડાકો એટલો જોરદાર હતો કે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. આકાશમાં જોવા મળેલી લાઈટો મુદ્દે અનેક અફવાઓ વહેતી થઈ છે. કોઈ આ પ્રકાશને ઉલ્કા કહી રહ્યું છે તો કોઈ UFO. પરંતુ હકીકતમાં આ ફાઈટર જેટની લાઈટો હોવાનું સામે આવ્યું છે.
આકાશમાં જોવા મળેલી અને ન ઓળખી શકાય તેવી લાઈટ જૂનાગઢ, વંથલી, માણાવદર, ઉપલેટા સહિત અન્ય કેટલીક જગ્યાએ પણ જોવા મળી. આકાશમાં જોવા મળેલી આ લાઈટોના અગલ-અલગ વીડિયો વાયરલ થયા છે. લોકો આ લાઈટોને લઈને અલગ અલગ તર્ક લગાવી રહ્યા છે.
વીડિયોમાં આકાશમાં 10 જેટલી લાઈટો સ્પષ્ટ જોઈ શકાય છે પરંતુ આ લાઈટો શેની છે તે સ્થાનિક લોકો જાણી શક્યા ન હતા. અલગ-અલગ ગામના નામે વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં કોઈ મજાકના મૂડમાં એલિયન છે, જાદુ છે તેવો ઉલ્લેખ પણ કરી રહ્યા છે. પરંતુ આ લાઈટો સમાણા ગામે આવેલા એરબેઝના ફાઈટર જેટની હતી. આ અંગે મામલતદાર જી.એમ. મહાવદિયાએ જણાવ્યું હતું કે, અમારે જામનગરની જેમ જ સમાણા ગામે એરબેઝ આવેલું છે અને સમયાંતરે અહીં આવી કવાયત ચાલતી રહેતી હોય છે.
સૌરાષ્ટ્રમાં આકાશમાં જોવા મળેલો આ પ્રકાશ શેનો છે ?#Gujarat #junagadh #Upleta #vanthli #UFO pic.twitter.com/6WjHZT4zWu
— thechabuk (@thechabuk) June 21, 2021
UFO શું છે ?
UFO એટલે કે અન આઈડેન્ટીફાઈ ઓબ્જેક્ટ. આકાશમાં અનેકવાર આવી ઘટનાઓ બનતી રહે છે. અનેકવાર આવા પ્રકાશ થતા હોય છે જેને આપણે ઓળખી નથી શકતા એટલે જ તેને યુએફઓ કહે છે. એલિયન્સનું અસ્તીત્વ છે કે નહીં તે વર્ષોથી સંશોધનનો વિષય રહ્યો છે. આજ સુધી તેના કોઈ પુરાવા મળ્યા નથી. તાજેતરમાં અમેરિકન નેવીના રડારમાં એક સાથે 14 યુએફઓ જોવા મળ્યા હતા.
UFO અને એલિયન સંલગ્ન કેટલીક ઘટનાઓ વિશે
- 2 જુલાઈએ વર્લ્ડ UFO DAYની ઉજવણી પણ કરવામાં આવે છે.
- 24 જૂન 1947માં જાણીતા ઉદ્યોગપતિ કેનેથ અર્નોલ્ડે પહેલીવાર અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં આશ્ચર્ય પમાડે તેવી 9 આકૃતિઓને હવામાં ઉડતી જોઈ હતી.
- 2 જૂલાઈ 1947 અમેરિકાના જ એક વિસ્તારમાં એક સ્પેસ ક્રાફ્ટનો કાટમાળ મળ્યો હતો. ત્યાં હાજર લોકોએ એલિયન્સના મૃતદેહને પણ જોયા હોવાનો દાવો કર્યો હતો. જો કે, ત્યારબાદ યુએસ એરફોર્સે 1994માં દાવો કર્યો હતો કે, આ કાટમાળ વેધર બલૂનનો હતો. એટલે કે આ વાતાવરણની જાણકારી આપનારા બલૂનનો કાટમાળ હતો. જેને એલિયન્સ માનવામાં આવ્યા તે હકીકતે ડમી હતા. જો કે, હજુ પણ તે ઘટના પર વિવાદ યથાવત છે.
- વર્ષ 1948માં યુએસ એરફોર્સે તપાસ માટે પ્રોજેક્ટ સાઈન શરૂ કર્યો.
- 1952થી 1969 સુધી પ્રોજેક્ટ બ્લૂ બૂકે આ પ્રકારની 12 હજાર ઘટનાઓ પર રિસર્ચ કરવામાં આવ્યું અને તેના પર વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરાયો. એટલે કે અમેરિકામાં UFOને જોવાની હજારો ઘટનાઓ સામે આવી ચુકી છે.
- ભારતમાં પણ કેટલાય સ્થળો પર UFO દેખાયા હોય તેવી ઘટનાઓ સામે આવી ચુકી છે. જો કે, આ ઘટનાઓની સત્તાવાર જાહેરાત ક્યારેય કરાઈ નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત