Team Chabuk-Gujarat Desk: રખડતા ઢોરનો અહર્નિશ ત્રાસ વર્તાઈ રહ્યો છે. રોજબરોજ ગાય કે ખૂંટીયાએ ઢીંક મારી ગંભીર ઈજા પહોંચાડી હોય તેના વીડિયો સામે આવ્યા રાખે છે. આ ક્રમમાં હવે કરજણનો વારો આવ્યો છે. કરજણમાં થોડા સમય પહેલા જ પાલીકા દ્વારા કહેવામાં આવ્યું હતું કે નગરજનોને રખડતી ગાયોના ત્રાસમાંથી મુક્ત કરવામાં આવશે.
કામગીરી દેખાડવા કે દેખાડો કરવા? પાલિકાએ કહેવા પૂરતી ચાર ગાય પકડી હતી. બીજી બાજુ અસંખ્ય ગાયો રખડી રહી છે. ઢોર પૂરવાનો ડબ્બો નથી અને આડેધડ ગાયો ગામમાં રખડતી હોય છે. જેમાંથી એક ગાયે નગરજનને હડફેટે લઈ પોતાની હયાતીનો પરચો આપ્યો હતો.
આ ઘટના પાલિકાના દંડક દેવેન્દ્રસિંહ ચાવડાના ઘરની સામે જ બની હતી. ગુરૂવારના રોજ કિશનભાઈ નામનો યુવાન સ્કૂટી લઈ જઈ રહ્યો હતો ત્યારે ગાયે તેને ભેટી મારી ફગાવી દીધો હતો. ગાયે મારેલી ઢીંકના પ્રતાપે એ ઢળી પડ્યો હતો અને તેને મોઢાના ભાગ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી.
તાત્કાલિક તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સૌ પ્રથમ કણજણની હોસ્પિટલમાં સરવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ મોઢાના ભાગે ગંભીર ઈજા અને ફ્રેક્ચર પણ થયું હોવાના કારણે બાદમાં વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત