Team Chabuk-Cinema Desk: સની લિયોની એક ગીતના કારણે ચર્ચામાં છે. ‘મધુબન મેં રાધિકા નાચે.’ આ ગીત પર લોકોની મિશ્રિત પ્રતિક્રિયા જોવા મળી રહી છે. મોટાભાગના લોકો આ ગીતનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. ખાસ મથુરામાં વિરોધ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના મથુરના સંતોએ સની લિયોનીના આ વીડિયો એલ્બમને બેન કરવાની માગણી કરી છે.
સંતોનું કહેવું છે કે સનીએ ગીત પર અશ્લીલ ડાન્સ કર્યો છે. એવામાં તેના પર પ્રતિબંધ લાદી દેવો જોઈએ. તેમણે ડાન્સને અશ્લીલ ગણાવતા હિન્દુ ધર્મની લાગણીઓ દુભાતી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘જો સરકારે અભિનેત્રીની વિરૂદ્ધ કાર્યવાહી ન કરી અને વીડિયો આલ્બમ પર પ્રતિબંધ ન લગાવ્યો તો અમે અદાલતનો દરવાજો ખટખટાવીશું.’
સની લિયોનીનું આ ગીત 22 ડિસેમ્બરના રોજ રિલીઝ થયું હતું. ગીત વાઈરલ થતાં સની લિયોની ટ્રોલ થવા લાગી હતી. આ ગીતના શબ્દો ‘મધુબન મેં રાધિકા નાચે’ પર લોકોનું કહેવું છે કે સની જે રીતે ડાન્સ કરી રહી છે, એ ગીતના શબ્દો સાથે બંધબેસતું નથી. એ આપત્તિજનક છે. રાધા અમારા માટે પૂજનીય છે. ગીત થકી હિન્દુ ધર્મની ભાવનાઓને ઠેંસ પહોંચી છે. એ પછીથી લોકો આ ગીતનો બહિષ્કાર કરી રહ્યા છે.
મધુબન એક ડાન્સ ટ્રેક છે. તેની કોરિયોગ્રાફી મશહૂર નૃત્ય નિર્દેશક ગણેશ આચાર્યએ કરી છે. મેકર્સને એવી આશા હતી કે વર્ષના અંતમાં આ ગીત છવાઈ જશે અને વર્ષ 2022ની શરૂઆતમાં પણ તેની ધૂમ બરકરાર રહેશે. જોકે હવે આ ગીત વિવાદોની પરછાઈમાં આવી ગયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત