Homeગુર્જર નગરીહીટ એન્ડ રનઃ ગાંધીધામના મીઠીરોહર પાસે કારે મુસાફર ભરેલી રીક્ષાને ટક્કર મારી,...

હીટ એન્ડ રનઃ ગાંધીધામના મીઠીરોહર પાસે કારે મુસાફર ભરેલી રીક્ષાને ટક્કર મારી, 2નાં મોત, 6થી વધુ ઈજાગ્રસ્ત

Team Chabuk-Gujarat Desk: પૂર્વ કચ્છના ગાંધીધામ નજીક આવેલા મીઠી રોહર ધોરીમાર્ગ પર હીટ એન્ડ રનમાં બે વ્યક્તિના કમકમટીભર્યા મોત થયા જ્યારે 6થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા.

પૂર્વ કચ્છના ગાંધીધામ નજીક આવેલા મીઠી રોહર ધોરીમાર્ગ પર સાંજના સમયે અજાણ્યા કાર ચાલકે મુસાફરો ભરેલી છકડો રિક્ષાને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, દુર્ઘટનામાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. બીજી તરફ અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો.નાવની જાણ થતાં જ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્તોને સરકારી રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે, મુસાફર ભરેલી છકડો રીક્ષા ગાંધીધામ બાજુથી મીઠીરોહર તરફ જઈ રહી હતી. ત્યારે અજાણ્યા કાર ચાલકે તેને પાછળથી ટક્કર મારી હતી. જેથી રીક્ષામાં સવાર મુસાફરો માર્ગ પર ફંગોળાઈ ગયા હતા. અકસ્માત સર્જાતાની સાથે જ રોડ ચિચિયારીઓથી ગૂંજી ઉછ્યો હતો. ઈજાગ્રસ્ત લોકો પીડાથી ચીસો પાડી રહ્યા હતા. રસ્તા પર લોહી વહેતુ થઈ ગયું હતું. રસ્તા પર પડેલું લોહી દુર્ઘટનાને વધુ બિહામણી બનાવી રહ્યું હતું. તેમણે કહ્યું કે, દુર્ઘટના સર્જાતાની સાથે જ બે લોકોએ તો ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.ઈજાગ્રસ્ત તામમને બી ડિવિઝન પોલીસે સારવાર અર્થે 108 એમયુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments