Team Chabuk-Gujarat Desk: માત્ર સાઉથની જ નહીં પરંતુ ભારતીય ફિલ્મ જગતના બેતાજ બાદશાહ એવા એસ એસ રાજામૌલીની ફિલ્મ આર.આર.આર ધૂમ મચાવી રહી છે. વીકેન્ડમાં આ ફિલ્મ જોવા દર્શકોથી થિયેટર્સ ઉભરાઈ રહ્યા છે. આ ફિલ્મમાં એક ગુજરાત કનેક્શન પણ છે. એ ભાગ્યેજ કોઈને ખબર હશે. ચાલો તો જાણીએ કે આ ગુજરાત કનેક્શન શુ છે..
આ ફિલ્મમાં ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ દેખાડવામાં આવે છે જે મેડમ ભીખાઈજી કામા અને ગુજરાતના પનોતા પુત્ર સરદારસિંહ રાણાએ ફરકાવ્યો હતો. તે ધ્વજ હજુ પણ ગુજરાતમાં સચવાયેલો છે. આ રાષ્ટ્રધ્વજ હાલ ભાવનગર શહેરમાં છે. ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા પાસે સચવાયેલ છે. રાજેન્દ્રસિંહ રાણા એ સરદારસિંહ રાણાના પ્રપૌત્ર થાય છે. સરદારસિંહ રાણાએ વિદેશની ધરતી પર રહી ભારતના સ્વતંત્ર સંગ્રામ માટે લડત ચલાવી હતી. આ રાષ્ટ્રધ્વજ અંગે રાજેન્દ્રસિંહ રાણાએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી છે.
RRR ફિલ્મમાં જોવા મળતો ભારતનો સૌથી જૂનો અને પ્રથમ રાષ્ટ્રધ્વજ ક્રાંતિવીર સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઈજી કામાએ 22 ઓગસ્ટ ૧૯૦૭માં જર્મનીના સ્ટુટગાર્ડ શહેરમાં યોજાયેલ ઈન્ટરનેશનલ સોશિયોલોજિસ્ટ કોન્ફરન્સમાં લહેરાવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજને આજે પણ ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ સંભાળીને રાખ્યો છે. મેડમ કામા અને સરદારસિંહ રાણા એ ફૂલ ત્રણ ધ્વજ બનાવ્યા હતા. એમાનો એક ધ્વજ આડો હતો. તે પૂનમાં આવેલા કેસરી અખબારના કાર્યાલયમાં સાચવાયેલો છે. એ આડો ધ્વજ RRRમાં દર્શાવ્યો છે.
સરદારસિંહ રાણાનો જન્મ લીંબડીના કંથારીયામાં થયો હતો. બાદમાં વિદેશમાં વેપાર અર્થે ગયા હતા. જ્યાં ખૂબ ઘન કમાયા હતા. દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા વિદેશમાં સ્વતંત્રતા ઝુંબેશ શરૂ કરી હતી. મેડમ ભીખાઈજી કામા સાથે મળીને અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી હતી. તેમજ અનેક ક્રાંતિવિરોને વિદેશમાં આશ્રય આપી ભણવામાં મદદ કરી હતી.સરદારસિંહજી રાણાના પ્રપૌત્ર રાજેન્દ્રસિંહ રાણા બે ટર્મ ભાવનગરના સાંસદ રહી ચૂક્યા છે. આ ઉપરાંત એક ટર્મ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પણ રહ્યા છે.
આ ફિલ્મમાં ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ દેખાડવામાં આવે છે જે મેડમ ભીખાઈજી કામા અને ગુજરાતના પનોતા પુત્ર સરદારસિંહ રાણાએ ફરકાવ્યો હતો. તે ધ્વજ હજુ પણ ગુજરાતમાં સચવાયેલો છે. આ રાષ્ટ્રધ્વજ હાલ ભાવનગર શહેરમાં છે. ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા પાસે સચવાયેલ છે. રાજેન્દ્રસિંહ રાણા એ સરદારસિંહ રાણાના પ્રપૌત્ર થાય છે. સરદારસિંહ રાણાએ વિદેશની ધરતી પર રહી ભારતના સ્વતંત્ર સંગ્રામ માટે લડત ચલાવી હતી. આ રાષ્ટ્રધ્વજ અંગે રાજેન્દ્રસિંહ રાણાએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી છે.
RRR ફિલ્મમાં જોવા મળતો ભારતનો સૌથી જૂનો અને પ્રથમ રાષ્ટ્રધ્વજ ક્રાંતિવીર સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઈજી કામાએ 22 ઓગસ્ટ ૧૯૦૭માં જર્મનીના સ્ટુટગાર્ડ શહેરમાં યોજાયેલ ઈન્ટરનેશનલ સોશિયોલોજિસ્ટ કોન્ફરન્સમાં લહેરાવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજને આજે પણ ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ સંભાળીને રાખ્યો છે. મેડમ કામા અને સરદારસિંહ રાણા એ ફૂલ ત્રણ ધ્વજ બનાવ્યા હતા. એમાનો એક ધ્વજ આડો હતો. તે પૂનમાં આવેલા કેસરી અખબારના કાર્યાલયમાં સાચવાયેલો છે. એ આડો ધ્વજ RRRમાં દર્શાવ્યો છે.
સરદારસિંહ રાણાનો જન્મ લીંબડીના કંથારીયામાં થયો હતો. બાદમાં વિદેશમાં વેપાર અર્થે ગયા હતા. જ્યાં ખૂબ ઘન કમાયા હતા. દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા વિદેશમાં સ્વતંત્રતા ઝુંબેશ શરૂ કરી હતી. મેડમ ભીખાઈજી કામા સાથે મળીને અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી હતી. તેમજ અનેક ક્રાંતિવિરોને વિદેશમાં આશ્રય આપી ભણવામાં મદદ કરી હતી. સરદારસિંહજી રાણાના પ્રપૌત્ર રાજેન્દ્રસિંહ રાણા બે ટર્મ ભાવનગરના સાંસદ રહી ચૂક્યા છે. આ ઉપરાંત એક ટર્મ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પણ રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત