Homeદે ઘુમા કેબેંગ્લોર સામે પંજાબનો વિજય: મેચમાં કુલ 27 સિક્સર લાગી, ઓડિયન સ્મિથે બેંગ્લોરના...

બેંગ્લોર સામે પંજાબનો વિજય: મેચમાં કુલ 27 સિક્સર લાગી, ઓડિયન સ્મિથે બેંગ્લોરના મોઢામાંથી જીતનો કોળિયો ઝૂટવી લીધો

Team Chabuk-IPL Desk: IPL 2022ની ત્રીજી મેચમાં પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પાંચ વિકેટે હરાવી દીધું. ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતાં બેંગ્લોરે 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 205 રનનો મોટો લક્ષ્યાંક પંજાબને આપ્યો હતો. જવાબમાં શેષ એક ઓવર બચી ત્યારે જ 19 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 208 રન કરી પંજાબે લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. આ મેચમાં કુલ 27 સિક્સર લાગી. બેંગ્લોર તરફથી 13 અને પંજાબ તરફથી 14.

206 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતાં 14.5 ઓવરમાં 156ના સ્કોર પર પંજાબની પાંચ વિકેટ પડી ગઈ હતી. એ પછી ઓડિયન સ્મિથ મેદાન પર આવ્યો. એ સમયે પંજાબને 31 બોલમાં 50 રનની આવશ્યકતા હતી. ઓડિયને શાહરુખ ખાનની સાથે મળી મેચની બાજી પલ્ટી નાખી હતી. ઓડિયન કેટલો ભારે પડ્યો એ એનાં પરથી જાણી શકાય કે માત્ર 10ના સામાન્ય સ્કોર પર તેનો કેચ અનુજ રાવતે ડ્રોપ કરી દીધો હતો. ઓડિયને આઠ બોલમાં એક ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 25 રન બનાવ્યા. બીજી બાજુ શાહરૂખે તેનો સાથ આપતા 20 બોલમાં 24 રન બનાવી નોટઆઉટ રહ્યો. પંજાબ કિંગ્સનો આ બીજો સફળ ટાર્ગેટ ચેઝ છે. 2014માં સનરાઈઝર્સ હૈદરાબાદની વિરુદ્ધ ટીમે 211 રનનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શ્રેષ્ઠ બેટીંગ કરી હતી. ફાફ ડુપ્લેસિસની કેપ્ટન ઈનિંગ અને બાદમાં દિનેશ કાર્તિકની આક્રામક બેટીંગના કારણે બેંગ્લોરે 20 ઓવરમાં બે વિકેટ ગુમાવી 205 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પણ એક ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 29 બોલ પર 41 રન ફટકાર્યાં હતા. દિનેશ કાર્તિકે અંતિમ 14 બોલમાં 32 રનની નોટ આઉટ ઈનિંગ રમી હતી. જેમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.

ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી બેંગ્લોરની ટીમની શરુઆત ધીમી રહી હતી. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને અનુજ રાવતની વચ્ચે પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી નોંધાઈ હતી. રાહુલ ચાહરે આ ભાગીદારીનો અંત લાવ્યો હતો. તેણે રાવતને ક્લિનબોલ્ડ કરી ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. રાવતે 20 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 21 રન ફટકાર્યાં હતા. એ પછી મેદાન પર વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે રનનો વરસાદ કરી દીધો હતો.

બંને વચ્ચે બીજી વિકેટ માટે 61 બોલમાં 118 રનની ભાગીદારી થઈ હતી. ડુપ્લેસીસે 57 બોલમાં ત્રણ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 23મી હાફ સેન્ચુરી ફટકારી 88ના સ્કોર પર રન આઉટ થયો હતો. તેની વિકેટ અર્શદીપને મળી હતી. શાહરુખ ખાને ડુપ્લેસિસનો કેચ સાત રનના સામાન્ય સ્કોર પર છોડી દીધો હતો. જોકે ટીમ મેચ જીતી ગઈ એટલે એ કેચ ડ્રોપ ભારે નહોતો પડ્યો.

અંતમાં દિનેશ કાર્તિકે કોહલીની સાથે મળી બેંગ્લોરની ટીમને 205 રનના સ્કોર સુધી પહોંચાડી હતી. મેચમાં કાર્તિકની સ્ટ્રાઈક રેટ 228ની રહી હતી. કોહલીએ 141ની સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવ્યા હતા. કોહલી અને કાર્તિકની વચ્ચે ત્રીજી વિકેટ માટે 17 બોલમાં 37 રનની ભાગીદારી નોંધાઈ હતી. અંતિમ પાંચ ઓવરમાં બેંગ્લોરે 63 રન બનાવી એક વિકેટ ગુમાવી હતી.

206 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી પંજાબની ટીમની શરુઆત પણ સારી રહી. મયંક અગ્રવાલ અને શિખર ધવનની વચ્ચે 71 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. મયંકના રુપે પંજાબને પ્રથમ ઝટકો લાગ્યો હતો. એ 24 બોલમાં 32 રન બનાવી આઉટ થયો. ઈનિંગમાં તેણે બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યાં હતા. એ પછી અનુભવી ધવન અને આઈપીએલમાં ડેબ્યૂ કરી રહેલા ભાનુકા રાજપક્ષે બીજી વિકેટ માટે 25 બોલમાં 47 રનની ભાગીદારી કરી હતી.

ધવન 29 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 43 રન બનાવી આઉટ થયો. એ પછી મોહમ્મદ સિરાઝે બેંગ્લોરની મેચમાં વાપસી કરાવતા ભાનુકા રાજપક્ષે અને ડેબ્યુ કરનાર રાજ  બાવાને સતત બે બોલમાં પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. રાજપક્ષે 22 બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 43 રનની શ્રેષ્ઠ ઈનિંગ રમી હતી. તો અંડર-19 સ્ટાર રાજ બાવા શૂન્ય પર આઉટ થયો હતો.

લિયામ લિવિંગસ્ટોને 10 બોલમાં બે છગ્ગા ફટકારી 19 રન પર આઉટ થયો. અંતમાં શાહરુખ અને ઓડિયન સ્મિથે બેંગ્લોરના હાથમાંથી મેચ આંચકી લીધી હતી. મેચમાં બેંગ્લોર તરફથી સિરાઝે બે વિકેટ, આકાશ દીપ, વાનિંદુ હસરંગા અને હર્ષલ પટેલને એક-એક વિકેટ મળી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments