Team Chabuk-Gujarat Desk: લીંબડી નેશનલ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં 6 વર્ષની બાળકી સહિત તેના દાદા અને દાદીનું કમકમાટી ભર્યું મૃત્યું થયું. લીંબડી નેશનલ હાઈવે પર જનસાળી પાસે રોડના કામચાલતા હોવાથી ટ્રક રોંગ સાઈડમાં આવતો હતો. આ સમયો ટ્રક સાથે કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહેલા દાદા અને તેની 6 વર્ષની પૌત્રીનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. જ્યારે દાદી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. બીજી તરફ નેશનલ હાઈ-વે પર દુર્ઘટનાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. દૂર દૂર સુધી વાહનોની લાઈન લાગી ગઈ હતી. બનાવની જાણ થતાં પાણશીણા પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ હાઈવે પરથી ટ્રાફિક દૂર કર્યો હતો.

મળતી માહિતી મુજબ અમદાવાદ, ઉદય મહેનત પૂરા આંબાવાડી છાપરામાં રહેતા બકુલભાઈ ઉર્ફે જેઠાભાઈ બઘાભાઈ મુછડીયા તેમના પત્ની હિરાબેન મુછડીયા અને 6 વર્ષની પૌત્રી ક્રેયાંશી વિજયભાઈ મુછડીયા દિવાળીના તહેવારમાં રાજકોટ ગયા હતા. 13ની સાંજે રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે લીંબડી હાઈવે પર જનસાળી પાસે રોડના કામને કારણે આપેલા ડાઈવર્ઝન લીધે રોંગ સાઈડમાં આવતાં ટ્રક સાથે તેમની કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં જેઠાભાઈ અને કેયાંશીનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. જ્યારે લીંબડી 108ના પાયલોટ દેવરાજસિંહ વાઘેલા અને ઈએમટી અમૃત ભાસ્કરે ઘટનાસ્થળે પહોંચી ઘાયલ હિરાબેનને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જ્યાં હાજર ડૉક્ટરે તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવા સૂચન કર્યું હતું પરંતુ હિરાબહેન અમદાવાદ પહોંચે તે પહેલાં રસ્તામાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવેનું 6-લાઈનનું કામ સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં રોડ નિર્માણ પૂરું થવાનું નામ જ નથી લેતું. રોડ પર આપેલા ડાઈવર્ઝન, ઉતાર-ચઢાવને કારણે અકસ્માતો સર્જાતા હોવાનો આરોપ છે. સિક્સ લાઈન રોડનું નિર્માણ કરનારી કંપની ગોકળગતિથી કામ કરી રહી હોય તેવી અનેક ફરિયાદો પણ ઉઠી છે.
નીચે આપેલા ફેસબુક લોગો પર ક્લિક કરી અમારા ફેસબુક પેજ પર જઈને પેજને લાઈક કરો
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત