Team Chabuk-Gujarat Desk: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા એક પત્રકાર પતિને (journalist husband) પત્નીએ (wife) ગુસ્સે થઈને માથામાં દસ્તો મારી દેતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. ફરિયાદી પત્રકારે નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે પત્રકાર પતિ જ્યારે ઘરે આવ્યો ત્યારે તેની પત્ની ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. તેથી પતિએ પત્નીને કોની સાથે વાત કરે છે તેમ પૂછ્યું હતું. પતિએ આ પૂછતાં જ પત્નીનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને કહ્યું હતું કે, હું મારા નવા ધણી સાથે વાત કરું છું, તારે શું લેવાદેવા છે, આપણે તો છૂટાછેડા લેવાના છીએ. આટલું કહીને કોપાયમાન થયેલી પત્નીએ પતિ સાથે ઝઘડો કર્યો હતો અને રસોડામાંથી દસ્તો લઈને પતિના માથા પર ફટકારી દીધો હતો. આ મામલે પત્રકાર પતિએ પત્ની અને સાળી વિરુદ્ધ સાબરતમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળેલી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા ચેનપુરમાં કેશવવિલા ફલેટમાં રહેતા અને ગાંધીનગર જિલ્લામાં ફ્રીલાન્સ પત્રકાર તરીકે કામ કરતા વિરલગિરિ જયંતિગિરિ ગોસ્વામીએ ફરિયાદ નોંધાવી છે કે, શુક્રવારે રાતના નવેક વાગ્યાના સુમારે તેઓ કામ પરથી ઘરે આવ્યા બાદ તેમની પુત્રીને લઈને ફલેટના કંપાઉન્ડમાં ફરવા ગયા હતા. ત્યારબાદ ઘરે આવીને જોયું તો તેમની પત્ની રીનાબેન કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. જેથી પતિ વિરલગિરિએ પત્નીને પૂછ્યું હતું કે, તું કોની સાથે ફોનમાં વાત કરે છે. આટલું પૂછતાં જ રીનાબેન ગુસ્સે ભરાઈ ગયાં હતાં અને કહ્યું હતું કે, હું મારા નવા ધણી સાથે વાત કરુ છું અને તારે શું લેવાદેવા છે અને આપણે તો હવે છૂટાછેડા લેવાના છે. જે બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
આ દરમિયાન બોલાચાલીનો અવાજ સાંભળીને સોસાયટીના ચેરમેન તેમના ઘરે આવ્યા હતા અને સમાધાન કરાવી મામલો થાળે પાડવાની કોશિશ કરી રહ્યા હતા તે દરમિયાન વિરલગિરિની સાળી મોનાબેન તેમની સાથે ઝપાઝપી કરવા લાગી હતી અને કહ્યું હતું કે, તું તારી માતાને લઈને ઘરની બહાર નીકળી જા. એવામાં પત્ની રીનાબેને રસોડામાંથી ખાંડણીનો દસ્તો લઈને આવી વિરલગિરિના માથામાં મારી દીધો હતો અને કહ્યું હતું કે, આજે તો તને છોડીશ નહીં. માથામાં દસ્તો વાગતા વિરલગિરિને ઈજા પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. જ્યાં તેઓએ સાબરમતી પોલીસ સમક્ષ પત્ની અને સાળી સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર વિરલગિરિએ આ અગાઉ પણ પત્નીના માસા, મામા તથા માસી વિરુદ્ધ સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદથી પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઘર કંકાસ થતો રહેતો હતો.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત