Homeદે ઘુમા કેT20 ફાઈનલ: આજે ખ્યાલ આવી જશે કે એક બેટર ઓલરાઉન્ડર મહત્વનો છે...

T20 ફાઈનલ: આજે ખ્યાલ આવી જશે કે એક બેટર ઓલરાઉન્ડર મહત્વનો છે કે પછી પાંચ નિષ્ણાત બોલર્સ

Team Chabuk-Sports Desk: 44 મેચ બાદ આઈસીસી વિશ્વકપ તેના અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યું છે. આજે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમનો સામનો થશે. સાત વર્ષ બાદ ટી ટ્વેન્ટીને નવો ચેમ્પિયન મળવાનો છે. 2007માં ભારત, 2009માં પાકિસ્તાન, 2010માં ઈંગ્લેન્ડ, 2012 અને 2016માં વેસ્ટ ઈન્ડિઝ અને 2014માં શ્રીલંકા ચેમ્પિયન બની હતી. વનડે વિશ્વકપની હેટ્રિક લગાવનારી ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી વખત ટી ટ્વેન્ટી વિશ્વકપને હાથમાં લઈ શકે છે. તો સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની અનેરી વિજયગાથાને બરકરાર રાખવા માટે ન્યૂઝીલેન્ડ એડીચોટીનું જોર લગાવી શકે છે.

shree-hari-jyotish

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંને ટીમે સુપર-12માં સમતોલનભર્યું પ્રદર્શન કર્યું છે. સેમીફાઈનલમાં સંઘર્ષ કરી વિરોધી ટીમના હાથમાંથી જીતનો કોળિયો ઝૂંટવી લીધો છે. ઓસ્ટ્રેલિયાએ વિશ્વકપની સૌથી મજબૂત રહેનારી ટીમ પાકિસ્તાનને ઘર ભેગી કરી છે. એ રીતે જ ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડના બીજી વખત વિશ્વકપ જીતવાના સ્વપ્નને રગદોળી નાખ્યું છે. બંને સેમીફાઈનલની ખાસિયત એ રહી કે અંતિમ ઓવરમાં જ મેચનું પાસું પલટાય ગયું અને પરાજયના કિનારે આવેલા પોતાના ખિસ્સામાં ફાઈનલની ટિકિટ લઈ ચાલતા થયા. એવામાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે મોટી ટક્કર થવાની સંભાવના નકારી શકાય નહીં. અંતે તો ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને બેટર નાસિર હુસૈનના શબ્દોને અહીં ટાંકીએ, જેમણે વિશ્વકપના આરંભ પહેલા સચોટ આગાહી કરતા કહ્યું હતું કે – ક્રિકેટના આ સ્વરૂપમાં કોઈ એક ખેલાડી જ હારતી મેચ જીતવી જાય.

shree-hari-jyotish

આ આર્ટિકલમાં વાત કરીએ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના બેટર્સની. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં બોલર્સની જગ્યાએ બેટર્સને ખાસ્સુ મહત્વ આપ્યું છે. આ કારણે જ ટીમે બોલર ઓલરાઉન્ડરની જગ્યાએ બેટર ઓલરાઉન્ડરને જગ્યા આપી છે. તેમણે એશ્ટન એગરની જગ્યાએ મિચેલ માર્શને સ્થાન આપ્યું છે.

shree-hari-jyotish

ન્યૂઝીલેન્ડની વાત કરવામાં આવે તો ટીમમાં બોલર્સને અતિરિક્ત મહત્વ આપવામાં આવી રહ્યું છે. બિલકુલ ઓસ્ટ્રેલિયાની ટીમ કરતા ઉલટું. ટીમે પાંચ નિષ્ણાત બોલર્સને તકની ઝંડી પકડાવી છે. જેમાંથી ફક્ત મિચેલ સેન્ટર્સને જ ઓલરાઉન્ડરની શ્રેણીમાં નાખી શકાય છે. ઓસ્ટ્રેલિયાને પરાજય ત્યારે મળ્યો જ્યારે તેણે એક બોલરની જગ્યાએ એક્સ્ટ્રા બેટરને મેચમાં રમાડ્યો. એટલે કે પાકિસ્તાનની વિરૂદ્ધ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને એડમ મિલ્નેની જગ્યાએ ટીમ સીફર્ટને રમાડ્યો હતો અને ન્યૂઝીલેન્ડની ટીમની હાર થઈ ગઈ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments