Homeગુર્જર નગરીકાળમુખી ચાઈનીઝ દોરી: 4 વર્ષની બાળકી, 7 વર્ષના બાળક અને એક યુવકનું...

કાળમુખી ચાઈનીઝ દોરી: 4 વર્ષની બાળકી, 7 વર્ષના બાળક અને એક યુવકનું મોત

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવાયો. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના રાજ્યના મુખ્ય શહેરો સહિતના શહેરોનું આકાશ રંગબેરંગી પતંગથી ઉભરાયું હતું. પતંગ સાથે લોકો ડી.જેના તાલે ઝુમ્યા અનુ ઉંધિયાની મજા પણ માણી. જો કે, ઉજવણીની વચ્ચે ત્રણ પરિવાર માટે પતંગની દોરીએ આફત સર્જી.

મકર સંક્રાંતિનો તહેવાર ત્રણ પરિવાર માટે કાળમુખો બની ગયો. ત્રણેય પરિવારના સભ્યનો ચાઇનીઝ દોરીના કારણે જીવ ગયો. ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના ચાઇનીઝ દોરીના કારણે મોત થયા છે. ત્રણ વ્યક્તિમાં બે માસૂમ બાળકો છે અને એક યુવક છે. તમામનું ગળું કપાયું અને વધારે પડતું લોહી વહી જવાથી મૃત્યું થયું

વડોદરામાં પતંગની દોરીના કારણે યુવકનો અકસ્માત થયો હતો. પતંગની દોરી ગળામાં આવતા યુવકનો અકસ્માત થયો હતો અને ઘટના સ્થળે જ મોત થયું હતું. દશરથ હાઇવે પાસે આ ઘટના સર્જાઇ હતી. સ્થાનિક પોલીસે યુવકનો મૃતદેહ એસ.એસ.જી હોસ્પિટલ પહોંડ્યો હતો.

મહેસાણામાં પણ ચાઇનીઝ દોરીએ 4 વર્ષીય બાળકીનો જીવ લીધો હતો. વિસનગરના કડા દરવાજા નજીક ઘટના બની હતી. અહીં 4 વર્ષીય માસૂમ દીકરીને ચાઈનીઝ દોરી વાગતાં ગંભીર ઇજા પહોંચી હતી અને આખરે માસૂમનું મૃત્યુ થયું હતું. માતા બાળકીને તેડી ને જતી હતી એ વખતે ચાઇનીઝ દોરી વાગી જતાં દુર્ઘટના ઘટી હતી.

રાજકોટ-કોઠારિયા રોડ પર ચાઇનીઝ દોરીથી ગળું કપાતા 7 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. ઋષભ વર્મા નામના બાળકનું ગળામાં ચાઇનીઝ દોરી વાગી જતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. બાદ ઇજાગ્રસ્ત હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કમનસીબે તેને બચાવી શકાયો ન હતો અને ડોક્ટરે મૃત જાહેર કર્યો. બાળક લોઠડા ગામનો રહેવાસી હતો અને બપોરના સમયે કોઠારિયા શાકમાર્કેટ પાસેથી પસાર થઇ રહ્યો હતો, આ સમયે આ ઘટના બની હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments