Homeદે ઘુમા કેIND vs SL: શ્રીલંકાને 317 રનથી હરાવી ભારતે રચ્યો ઈતિહાસ, વિરાટ-ગીલની સદી,...

IND vs SL: શ્રીલંકાને 317 રનથી હરાવી ભારતે રચ્યો ઈતિહાસ, વિરાટ-ગીલની સદી, સિરાજની શાનદાર બોલિંગ

Team Chabuk-Sports Desk: સિરીઝની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 317 રનથી હરાવી ક્લીન સ્વીપ કર્યું. ટીમ ઈન્ડિયાએ આપેલા 391 રનના ટાર્ગેટ સામે શ્રીલંકન ટીમ 22 ઓવરમાં માત્ર 73 રનમાં જ આઉટ થઈ ગઈ. શ્રીલંકાની ટીમની કુલ 9 વિકેટ પડી હતી. એક પ્લેયર રિટાયર્ડ હર્ટ થયો હતો, જેના કારણે તે બેટિંગમાં આવી શક્યો ન હતો. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી. જ્યારે મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી.

શ્રીલંકા તરફથી સૌથી વધુ નુવાનિદુ ફર્નાન્ડોએ 19 રન બનાવ્યા હતા. જ્યારે કસુન રજીથાએ 13 રન અને દાસુન શનાકાએ 11 રન કર્યા હતા. આ સિવાય શ્રીલંકાના કોઈ જ બેટર્સ ડબલ ડીજીટને ક્રોસ કરી શક્યા નહોતા. આ સાથે જ ભારતીય ટીમે વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી જીતનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારતે ત્રણ મેચની સિરીઝની છેલ્લી મેચમાં શ્રીલંકાને 317 રનથી હરાવ્યું હતું. ભારતે આ મામલે ન્યૂઝીલેન્ડનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. કિવી ટીમે 2008માં આયર્લેન્ડને 290 રનથી હરાવ્યું હતું.

વન-ડે ક્રિકેટમાં ભારતીય ટીમની સૌથી મોટી હાર વર્ષ 2000માં શ્રીલંકા સામે થઈ હતી. ત્યારબાદ શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાને 245 રનથી હરાવ્યું હતું. હવે ભારતે શ્રીલંકાને પોતાની સૌથી મોટી હાર આપી છે. વર્ષ 2000માં શારજાહમાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ સનથ જયસૂર્યા (189 રન)ની સદીની મદદથી 299 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ઇનિંગ 54 રનમાં સમેટાઈ ગઈ હતી.

ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્ધારિત ઓવરમાં 5 વિકેટે ભારતે 390 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 110 બોલમાં 166 રન બનાવ્યા હતા. તેમણે વન-ડે કરિયરની 46મી ફિફ્ટી ફટકારી હતી. યુવા ઓપનર શુભમન ગિલે 97 બોલમાં 116 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન રોહિત શર્માએ 49 બોલમાં 42 રન અને શ્રેયસ અય્યરે 32 રન ફટકાર્યા હતા. શ્રીલંકા તરફથી કસુન રજીથા અને લાહિરુ કુમારાને 2-2 વિકેટ ઝડપી હતી. ચમિકા કરુણારત્નેને 1 વિકેટ મળી હતી.

ટીમ ઈન્ડિયાના કિંગ વિરાટ કોહલીએ વન-ડે કરિયરની 46મી સદી ફટકારી છે. તેણે ત્રીજી વન-ડેમાં આ સદી ફટકારી છે. તો સિરીઝમાં બીજી સદી પૂરી કરી છે. તેઓએ ઈન્ટરનેશન કરિયરની 74મી સદી પૂરી કરી છે.યુવા ઓપનર શુભમન ગિલે પોતાના વન-ડે કરિયરની બીજી સેન્ચુરી ફટકારી છે. તેણે 89 બોલમાં સદી પૂરી કરી હતી. તે 97 બોલમાં 116 રને આઉટ થયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments