Homeગામનાં ચોરેમુકેશ અંબાણીની સંપત્તિ 100 અરબ ડોલરની નજીક, વિશ્વના શ્રીમંતોની યાદીમાં નવમાં સ્થાને

મુકેશ અંબાણીની સંપત્તિ 100 અરબ ડોલરની નજીક, વિશ્વના શ્રીમંતોની યાદીમાં નવમાં સ્થાને

Team Chabuk-Business Desk: રિલાયન્સ સમૂહના માલિક મુકેશ અંબાણીની સંપત્તિ એક વખત ફરી વધીને 100 અરબ ડોલરની નજીક પહોંચી ગઈ છે. આ સાથે જ તેઓ વિશ્વના ધનાઢ્ય ઉદ્યોગપતિઓની સૂચિમાં નવમાં સ્થાન પર આવી ગયા છે. અદાણી સમૂહના ગૌતમ અદાણી 11માં નંબર પર પહોંચી ગયા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ ડેટાના અનુસાર શુક્રવારની સાંજે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 98.4 અરબ ડોલર રહી જ્યારે ગૌતમ અદાણીની સંપત્તિ 97.1 અરબ ડોલર છે.

દુનિયાના શીર્ષ દસ અમીરોમાં મુકેશ અંબાણી એક માત્ર ભારતીય ઉદ્યોગપતિ છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ હાલમાં જ શેર બજારમાં ભારે પડતી થઈ હતી. જેથી આ બંને ઉદ્યોગપતિની સંપત્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ આ સમયે ઓક્ટોબર 2021ના સર્વોચ્ચ સ્તરથી 10 ટકા નીચે કારોબાર કરી રહ્યો છે.

દુનિયાના અમીરોની સૂચિમાં ટેસ્લા કંપનીના માલિક એલન મસ્ક પ્રથમ સ્થાન પર છે. તેમની કુલ સંપત્તિ 270.9 અરબ ડોલર છે. એમેઝોનના જેફ બેજોસ બીજા અને અર્નાલ્ડ બર્નોલ્ટ ત્રીજા સ્થાન પર છે. બીજી બાજુ માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ આ સૂચિમાં ચોથા અને દિગ્ગજ રોકાણકારોમાંના એક વોરેન બફેટ પાંચમાં સ્થાન પર છે.

અદાણીની સાતમી કંપની અદાણી વિલ્મર 8 ફેબ્રુઆરી 2022ના રોજ સૂચીબદ્ધ થઈ હતી. 4 ફેબ્રુઆરીના રોજ મુકેશ અંબાણી દુનિયાના અમીરોની સૂચિમાં 11માં નંબર પર હતા, જે હવે નવમાં સ્થાન પર છે. 6 જાન્યુઆરી 2022ના રોજ શીર્ષ 10ની સૂચિમાંથી બહાર થઈ ગયા હતા. જોકે 23 સપ્ટેમ્બરના રોજ ફરી તેઓ અમીરોની સૂચિમાં આવી ગયા. 16 ઓક્ટોબર 2021માં ફરી આઉટ થઈ ગયા.

4 ફેબ્રુઆરી 2022ના રોજ અંબાણીની સંપત્તિ 89.2 અરબ ડોલર અને અદાણીની 90.4 અરબ ડોલર હતી. અંબાણી હાલ ઉત્તરાધિકારીની પણ તૈયારી કરી રહ્યા છે અને આ માટે એક પરિષદ બનાવવામાં આવશે. આ વર્ષે અદાણીની સંપત્તિમાં 19 અરબ ડોલરની વૃદ્ધિ થઈ છે. અંબાણીની ભાગીદારી તેમની કંપનીમાં 50.61 ટકા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments