Homeગુર્જર નગરીચીકલીગર ગેંગ અને ગેંગસ્ટર પ્રવીણ રાઉતને પકડનારી ટીમને સન્માન, રાઉતે પકડનારી ટીમને...

ચીકલીગર ગેંગ અને ગેંગસ્ટર પ્રવીણ રાઉતને પકડનારી ટીમને સન્માન, રાઉતે પકડનારી ટીમને અપાયું આટલું ઈનામ

Team Chabuk-Gujarat Desk: માથાભારે ગેંગસ્ટર પ્રવીણ રાઉત અને ચીકલીગર ગેંગને ઝડપી પાડવા બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ક્રાઈમ બ્રાન્ચની બંને ટીમોને સન્માનિત કર્યા હતા. સાથે જ ગૃહ વિભાગે જાહેર કરેલા ઈનામ પણ આપવામાં આવ્યા. સુરત શહેરને ક્રાઈમ મુક્ત કરવા માટે સુરત પોલીસ સતત અલગ-અલગ વિસ્તારોમાં ફ્રુટ પેટ્રોલિંગ, સાયકલ પેટ્રોલિંગ અને કોમ્બિંગની કામગીરી કરે છે. આ કામગીરીના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વખાણી હતી.

થોડા દિવસ અગાઉ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા છ વર્ષથી ભાગતા ફરતા અને અનેક ગુનામાં માસ્ટર માઈન્ડ પ્રવીણ રાવને 12 દિવસના ઓપરેશન બાદ ઝડપી લીધો હતો. ત્યારબાદ તેને સુરત લવાયો હતો. પ્રવીણ રાવત 300થી વધુ શખ્સોની ગેંગ ચલાવી લોકો પાસે ખંડણી માગવી, મારામારી કરવી તેમજ હત્યાના ગુનાઓમાં સંડોવાયેલો છે.

સુરતની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રીએ સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ બે બંને ટીમોને સન્માનિત કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા. પ્રવીણ રાઉતને પકડનારી ક્રાઈમ બ્રાન્ચની ટીમને બે લાખનું ઇનામ આપ્યું હતું. જ્યારે બીજી બાજુ ચીકલીગર ગેંગને ફિલ્મી ડબ્બે પકડનાર ક્રાઈમ બ્રાન્ચની ટીમને એક લાખના ઈનામની જાહેરાત કરી તેમની કામગીરીને બિરદાવી હતી.

હર્ષ સંઘવી દ્વારા જણાવ્યું હતું કે આખા ઓપરેશનની જાણકારી મેળવી તેમને ગર્વ થયો હતો કે મારા રાજ્યની પોલીસ પોતાની ચિંતા કર્યા વગર આરોપીઓને પકડી રહી છે. જ્યારે છ વર્ષથી ભાગતા ફરતા એક ગામડામાં રહેલ પ્રવીણ રાઉતને પણ ઝડપી પાડવામાં આવ્યો. જેની ઉપર અનેક ગુનાઓ નોંધાયેલા છે.

હર્ષ સંઘવીએ એવું પણ જણાવ્યું હતું કે આ બંને કામગીરીની નોંધ ગુજરાત સરકારે પણ લીધી છે એટલે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પણ આ બાબતે સાબાસી પાઠવી છે. મને આ બાબતે અભિનંદન પાઠવવા માટે પણ જાણ કરી અને કહ્યું હતું કે બંને ટીમોને યોગ્ય પ્રમાણમાં ઇનામ મળે તે માટે ભલામણ પણ કરી હતી. ખરેખર તો સુરત પોલીસ માટે અને ખાસ કરીને ક્રાઈમ બ્રાન્ચ માટે ગૌરવની વાત કહી શકાય એક પછી એક બંને જો ઓપરેશન જે બહાર પાડ્યા છે.. તેને લઈને આજે ગુજરાત પોલીસ સાથે સુરત પોલીસ નું નામ રોશન થયું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments