Team Chabuk-Gujarat Desk: દેશભરમાં હ્રદય રોગના હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે. લોકોને ક્યારે હ્રદય રોગનો હુમલો આવી જાય છે તેનો અંદાજ પણ નથી આવી શકતો. તાજેતરમાં જ દશેરા અને નવરાત્રીમાં એવા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે કે, ગરબા રમતા રમતા કે રામાયણનું કોઈ પાત્ર ભજવતા-ભજવતા અચાનક જ વ્યક્તિ ઢળી પડે છે અને તેનું મોત થાય છે.
આવો જ એક કિસ્સો દાહોદમાં બન્યો છે. જેનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બે વ્યક્તિ ડી.જેના તાલ પર પારંપારિક નૃત્ય કરી રહ્યા છે. દાંડિયા લઈ થનગનાટ કરી રહ્યા છે. આજુબાજુમાં લોકો આ પોતાની જ મોજમાં સરી પડેલા બંને વ્યક્તિના વીડિયો બનાવી રહ્યા છે. લોકો તેમનું આ પ્રદર્શન જોઈને બૂમો પાડી રહ્યા છે અને પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેમની સાથે આસપાસમાં પણ કેટલાક લોકો ઝૂમી રહ્યા છે. બધુ બરાબર ચાલી રહ્યું છે. જો કે, અચાનક જ કંઈક એવું થાય છે જેનાથી લોકો અચંબામાં પડી જાય છે.
વીડિયોમાં દેખાતો એક શખ્સ અચાનક રાસ રમતા રમતા રોકાઈ જાય છે. લોકોને લાગ્યું તે થાકી ગયો છે જો કે, તેને છાતીમાં દુઃખાવો ઉપડ્યો છે. સામેના વ્યક્તિને હજુ એવું થાય છે તે થાકી ગયો છે જેથી અન્ય વ્યક્તિને નૃત્ય કરવા બોલાવે છે. જો કે, આ જ સમયે એ વ્યક્તિ થોડી જ ક્ષણો માટે ઉઠે છે અને અચાનક જ ઢળી પડે છે. આસપાસના લોકો તેની પાસે જાય છે પરંતુ ત્યાં સુધીમાં તે વ્યક્તિના પ્રાણ નીકળી ગયા હતા.
દાવો છે કે, આ વીડિયો દેવગઢ બારિયાનો છે. કોઈ વ્યક્તિના ઘરે પ્રસંગ દરમિયાન રાત્રે રાસ-ગરબાનું આયોજન કરાયું હતુ. જેમાં આ દુર્ઘટના બની છે અને ખુશીનો માહોલ દુઃખમાં પરિવર્તિત થઈ ગયો છે.
दाहोद :
— Janak Dave (@dave_janak) October 17, 2022
पारंपरिक नृत्य करते करते हुई मौत.
दिल का दौरा पड़ने से मौत.
देवगढ़ बारिया की घटना. pic.twitter.com/9BckOvEFUI
તાજેતરમાં જ એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, દુનિયામાં હ્રદય રોગના કારણે દર વર્ષ 2 કરોડ લોકો મૃત્યુ પામે છે. ભારતમાં પણ હ્રદય રોગના કારણે થનારા મોતનો આંકડો સતત વધી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મરનારા લોકોની સંખ્યા 75 ટકા જેટલી વધી છે. એટલું જ નહીં ચોંકાવનારી વાત તો એ છે કે, આમાથી દર 10 વ્યક્તિમાં 4 વ્યક્તિઓ એવા છે કે જેમની ઉંમર 45 વર્ષથી ઓછી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત