Homeદે ઘુમા કેઆને કહેવાય મોઢામાં આવેલો કોળિયો છીનવવો ! ઓસ્ટ્રેલિયાને 11 રનની જરૂર હતી,...

આને કહેવાય મોઢામાં આવેલો કોળિયો છીનવવો ! ઓસ્ટ્રેલિયાને 11 રનની જરૂર હતી, શામીની છેેલ્લી ઓવરમાં 4 બોલ પર 4 વિકેટ ! ભારતની શાનદાર જીત

Team Chabuk-Sports Desk: T20 World Cupમાં ભારતે પહેલી વાર્મ-અપ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 6 રને જીત મેળવી છે. છેલ્લી ઓવરમાં ભારતીય ફાસ્ટ બોલર મહમદ શામીએ ચાર બોલ પર ચાર વિકેટ લઈ ઓસ્ટ્રેલિયાના હાથમાં આવેલી જીત છીનવી લીધી હતી. ભારતીય ટીમે પહેલાં બેટિંગ કરતાં 186 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 180 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં જીત માટે 11 રનની જરૂર હતી. જો કે, આ જ ઓવરમાં ગેમ પલટાઈ ગઈ અને જીત ઓસ્ટ્રેલિયાની ઝોળીમાંથી સીધી ભારતની ઝોળીમાં આવી ગઈ.

મેચની અંતિમ ઓવર પર નજર કરીએ તો શામીના પહેલાં બોલ પર 2 રન આવ્યા, બીજા બોલ પર પણ 2 રન આવ્યા. હવે ઓસ્ટ્રેલિયાને જીત માટે માત્ર 7 રનની જરૂર હતી. આ જ સમયે પેટ કમિન્સ કોહલીને કેચ આપી બેઠો. હવે 3 બોલ પર 7 રનની જરૂર હતી. શામીએ ચોથો બોલ એશ્ટન અસગરને ફેંક્યો. સામે છેડેથી જોશ ઈંગ્લિશ દોડ્યો અને એશ્ટનને પણ નીકળવું પડ્યું જેમાં તે રન આઉટ થયો. હજુ 2 બોલ પર 7 રનની જરૂર હતી. જો કે, છેલ્લા બે બોલ શામીએ પરફેક્ટ યોર્કર્સ નાખ્યા અને જોશ ઈંગ્લિશ અને કેન રિચર્ડશનને પવેલિયનનો રસ્તો બતાવી ઓસ્ટ્રેલિયાનની ટીમને 180 પર જ થંભાવી દીધી અને ભારતીય ટીમને મેચ પર કબજો અપાવ્યો.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે આ મેચમાં ધમાકેદાર ઈનિંગ રમી. તેણે 54 બોલ પર 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 76 રન ફટકાર્યા. આ ઉપરાંત મિચેલ માર્શે 35 અને મેક્સવેલે 23 રન ફટકાર્યા. ભારત તરફથી શામીએ 3, ભૂવનેશ્વરે 2 અને અર્શદીપ, હર્ષલ અને ચહલે 1-1 વિકેટ ઝડપી.

ભારતીય ટીમ તરફથી બે બેટરે અર્ધસદી ફટકારી. કે.એલ.રાહુલે 57 અને સૂર્યકુમાર યાદવે 50 રનનું યોગદાન આપ્યું. આ ઉપરાંત રોહિત 15, વિરાટ કોહલી 19, દિનેશ કાર્તિકે 20 અને હાર્દિક પંડ્યાએ 2 રન ફટકાર્યા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments