Homeતાપણુંજંગી સભા સંબોધતા મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું, "હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી,...

જંગી સભા સંબોધતા મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું, “હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારો ભાઈ આવી ગયો છે”

Team Chabuk-Political Desk: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુંખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દમરિયાન તેમણે ભાવનગરમાં જંગી જનસભાને સંબોધન કર્યું હતું. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સતત ત્રીજી વખત કેજરીવાલ ભાવનગરના પ્રવાસે પહોંચ્યા છે. ભાવનગરમાં જંગી સભાને સંબોધતા તેમણે ગુજરાતીમાં ભાષણ આપ્યું હતું. તેમણે સભા સંબોધતા કહ્યું, “હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારો ભાઈ આવી ગયો છે”.

આ દરમિયાન તેમણે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માગ કરી હતી. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં થયેલા વિવિધ આંદોલનો દરમિયાન જે લોકો પર કેસ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચવાની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે, બધા લોકોના કેસ પાછા ખેંચવામાં આવશે અને તેમને જેલ મુક્ત કરવામાં આવશે. આ તેમણે આઈબીના રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ કે, આઈબીના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 92થી 93 સીટો મળી રહી છે.

તેમણે કહ્યું કે, હજુ આપણે વધારે મહેનત કરવાની જરૂર છે. હજુ વધુ સીટ કવર કરવાની છે. તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, જો ઓછા માર્જીનથી સરકાર બનશે તે ભાજપવાળા અમારી સરકાર તોડી નાખશે. તેથી 150 જેટલી બેઠક જીતાડવાની લોકોને અપીલ કરી હતી. નોંધનીય છે કે, ભાજપના ગઢમાં ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments