Team Chabuk-Gujarat Desk: કર્ણાવતી નગરી તરીકે સુવિખ્યાત વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદમાં ૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ની ઘણી રમતો યોજાવાની છે. કેટલીક રમતો ગાંધીનગર સહિત ગુજરાતનાં અન્ય શહેરોમાં પણ યોજાશે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ ભારતના દરેક છેડેથી રમતવીરો ગુજરાત અને ગુજરાતીઓના મહેમાન બનવાના છે ત્યારે આપણાં સૌ માટે આ ‘રમતોત્સવ’ અનેક પ્રકારે ખાસ બની રહેશે.
‘ફેન્સિંગ’ શબ્દ અંગ્રેજી ભાષાનો છે એટલે ઘડીકમાં વળી ટપ્પોય ના પડે! આપણે ગુજરાતી આમ હોંશિયાર છીએ! પણ આપણી ગુજરાતી મીઠુડી! એટલે ગર્વિષ્ઠ ગુજરાતી જિંદાબાદ! ‘ફેન્સિંગ’ એટલે તલવારબાજી! તલવારબાજીનું નામ સાંભળીને રગરગમાં દોડતું લોહી અંગ અંગમાં જુસ્સો પેદા કરી મુકે! યસ, તલવારબાજી એક રમત તરીકે ઓલિમ્પિકની શરૂઆતથી જ મોસ્ટ ફેમસ ને વળી ફેવરિટ ગેમ છે! સમયની સાથે આ રમતનો સંપૂર્ણ અંદાજ ચેન્જ થઇ ગયો! ઓલિમ્પિકની શરુઆતમાં આ રમત એટલી લાઈમલાઈટમાં નહોતી પણ હવે તો આ ગેમ સૌને આકર્ષિત કરે છે,એમાંય યુવાઓ તો તલવારબાજીનું નામ પડે એટલે એમને તલવાર ફેરવવાનુંય મન થઈ આવે!

તલવાર ચલાવવી અથવા તલવારબાજી! બે ખેલાડી એક પ્લેટફોર્મ પર પ્રતિધીસ્પર્ધા કરે છે,જેને પીસ્ટ કહેવાય, વળી તલવારબાજીના પણ પ્રકાર છે! ફોરમેટ છે! ‘ધી ફોયલ’ ફોરમેટમાં તલવારબાજી કરનાર ખેલાડી માત્ર તલવારની નોંકથી જ વાર કરી શકે. ખેલાડીને પ્રતિસ્પર્ધીના ધડ પર પ્રહાર કરવાથી જ અંક પ્રાપ્ત થાય છે. ખોટી રીતે અથવા તો નિયમ વિરુદ્ધ પ્રહાર કરવામાં આવે તો સ્પર્ધા રોકી દેવામાં આવે છે. આ ફોરમેટમાં ‘સીધો પ્રહાર’ નિયમનું પાલન ફરજિયાત હોય છે એટલે કે,હુમલાની શરુઆત કરનાર ‘ફેન્સર’ સીધો જ પ્રહાર કરે! છેને ગજબ બાકી! સામેના પ્રતિસ્પર્ધીને મોકો જ ના આપવો પ્રહાર કરવાનો! સામેના પ્રતિસ્પર્ધી પાસે એકમાત્ર બચવાનો વિકલ્પ હુમલાને રોકવાનો જ હોય છે! વળી બધું અકલ્પનિય સ્પીડમાં જ થતું હોય! હુમલો પણ! વિચારવાનો મોકો પણ મળવો મુશ્કેલ હોય છે પ્રતિસ્પર્ધી પાસે! પણ વેલ ટ્રેઇન્ડ પ્રતિસ્પર્ધી હુમલાને કેવી રીતે રોકવો તેનું હુન્નર સારી રીતે જાણતો હોય છે! ‘સાબરે’ ફોરમેટમાં ખેલાડી તલવારના કોઈપણ હિસ્સાથી પ્રતિસ્પર્ધીના કમરના ઉપરના ભાગમાં કોઈપણ જગ્યાએ હુમલો કરી શકે છે! જ્યારે ‘એપી’ ફોરમેટ સાવ આસાન બોલે તો ઈઝી છે બોસ! બીકોઝ સામસામે ખેલાડીઓ એકબીજાના શરીરના કોઈપણ ભાગમાં માથાથી લઈને પગ સુધી પ્રહાર કરી શકે છે, વળી અહીંયા પ્રહાર કરવાની સેકન્ડો પણ લીમીટમાં હોય છે અને એ રીતે જ અંકો કાઉન્ટ થાય!

ભારતમાં તલવારબાજી છેક મોડે મોડેથી શરૂ થઈ. વર્ષ ૧૯૭૪માં ‘ફેન્સિંગ’ માટે ફેન્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ અને ત્યારબાદ ધીમે ધીમે આ રમત તરફ લોકોનું ધ્યાન ગયું. છેક મોડેથી વર્ષ ૧૯૯૭માં ભારત સરકારે આ રમતને માન્યતા આપી. પછી તો વર્ષ ૧૯૯૯થી પુરુષ અને મહિલા વર્ગ માટે વિવિધ શ્રેણીમાં ચૈમ્પિયનશિપનું આયોજન પણ થતું રહયું. ભારતમાં આ રમતની લોકપ્રિયતા વધારવા માટે FAI દ્વારા વર્ષ ૨૦૧૭-૨૦૨૧ સુધી રણનૈતિક યોજના પર ફોકસ કરવામાં આવ્યું જેમાં શિક્ષા,ભાગીદારી, પ્રતિયોગિતા, સર્વ શ્રેષ્ઠની તાલીમ અને પ્રદર્શન. ભવાની દેવી ભારતના શ્રેષ્ઠ મહિલા ફેન્સર તરીકે મોસ્ટ ફેમસ છે.આ રમતમાં તૈયારી,બચાવ,જવાબી હુમલો સહિતના દાવ પેચ અજમાવવામાં આવે છે. નેશનલ ગેમ્સ-૨૦૨૨માં ‘ફેન્સિંગ’ રમત સામેલ છે,જેની સ્પર્ધા મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે યોજાવાની છે.અલગ અલગ રાજયના પ્રતિસ્પર્ધી ખેલાડીઓ સામસામે ટકરાશે ત્યારે તલવારબાજી જોવાનો અને માણવાનો આનંદ અનેરો અને રોમાંચક હશે! વી આર રેડી…! એન્ડ યુ?? લેટ્સ સેલિબ્રેટિન્ગ યુનિટી થ્રૂ સ્પોર્ટ્સ!
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત