Team Chabuk-Gujarat Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. દરેક પક્ષોએ પ્રચાર પ્રસાર વેગવંતો બનાવ્યો છે. આ તમામ વાતો વચ્ચે પક્ષપલટાની વાતો પણ ફરી એકવાર શરૂ થઈ છે. જેને લઈને ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદરમાં કોંગ્રેસ કાર્યકરોનું સંમેલન યોજાયુ હતું. જેમા કોંગ્રેસના અન્ય ધારાસભ્યો અને જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ હાજર હતા. જેમણે કાર્યકર્તાઓને સંબોધ કર્યું અને ટિકિટ અંગે મોટું નિવેદન આપી દીધુ. લલિત વસોયાએ કહ્યું હતું કે, ઉપલેટા ધોરાજી વિસ્તારમા હાલ નવ લોકો ટિકિટના દાવેદાર છે. જે પૈકી એક ઉમેદવાર લલિત વસોયા પણ છે. પાર્ટી જે કંઈ નિર્ણય કરે તેની સાથે હું સહમત છું. 2017મા પાર્ટીએ મને ટિકિટ આપી હતી. આ વખતે કદાચ કોઈ અન્યને ટિકિટ આપશે તો હું કાર્યકર્તા તરીકે કામ કરીશ.
લલિત વસોયાના આ નિવેદનથી ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. એટલું જ નહીં સૂત્રોએ લલિત વસોયા થોડા જ સમયમાં કોંગ્રેસનો હાથ છોડે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરી છે. સૂત્રોનું માનીએ તો વસોયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અન્ય કેટલાક કોંગ્રેસના ધારાસભ્ય સાથે ભાજપાં સામેલ થઈ જશે.
મહત્વનું છે કે, લલિત વસોયાનો તાજેતરમાં જ અનેકવાર ભાજપ પ્રત્યેનો પ્રેમ સામે આવી ચુક્યો છે. અનેક વખત ભાજપના ધારાસભ્ય સાથે જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા છે. બે દિવસ પહેલાં જ તેઓ ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાજપના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા થે જોવા મળ્યા હતા. તો આ પહેલાં પણ તેઓ બેનર લગાવવા બાબતે ચર્ચામાં આવ્યા હતા. બેનરમાં કોંગ્રેસનો લોગો ન હોવાથી અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. જો કે, ત્યારે પણ તેઓએ પોતે કોંગ્રેસ નહીં છોડે તેવો દાવો કર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત