Team Chabuk-Gujarat Desk: કહેવાયું છે ને કે રામ રાખે તેને કોણ ચાખે ! કેટલીક વાર એવી ઘટનાઓ બનતી હોય છે કે, પગમાં ઠેસ વાગેે અને કોઈ વ્યક્તિ પડી જાય તો પણ જીવ જતો રહે છે. જો કે, કેટલીક વાર એવું પણ બને કે ગંભીર અકસ્માતમાં પણ વ્યક્તિને સામાન્ય ઈજા પણ નથી થતી. આવી જ એક ઘટના બની છે ગઢડાના ટાટમ ગામના પુલ પર.
અહીં એક કારને અકસ્માત નડ્યો. ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પુલની સાઈડમાં બનેલી રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ. માત્ર અથડાઈ જ નહીં પરંતુ રેલિંગમાં ઘૂસઈ ગઈ. રેલિંગ અડધી કારમાં અને અડધી અંદર છતાં ડ્રાઈવર સહિત કારમાં સવાર પાંચેય લોકોનો આબાદ બચાવ થયો.
તસીવીર જોઈને અકસ્માતની ગંભીરતાનો અંદાજો લગાવી શકાય છે. તસવીરમાં જોઈ શકાય છે કે, કારની આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો છે. પ્રથમ દ્રષ્ટીએ એવું જ લાગે કે, અકસ્માતમાં કોઈએ જીવ ગુમાવ્યો હશે. જો કે, સદનસીબે એવું કઈ થયું નથી. કારમાં સવાર બે મહિલા, એક બાળક અને બે પુરૂષનો આબાદ બચાવ થયો છે.
મળતી માહિતી મુજબ અમદાવાદનો પરિવાર લગ્નપ્રસંગે ઢસા ગયો હતો. ઢસાથી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વર વધૂને આશીર્વાદ આપી પરિવાર પરત અમદાવાદ જઈ રહ્યો હતો. આ દરમિયાન ગઢડાના ટાટમ ગામ પાસે દુર્ઘટના સર્જાઈ હતી. બ્રિજની રેલિંગ સાથે કાર ધડાકાભેર અથડાતા લોકોના ટોળેટોળા એકઠાં થયા હતા અને પરિવારના સભ્યોને કારમાંથી બહાર કાઢ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા