Homeદે ઘુમા કેIND vs NZ: ટીમ ઈન્ડિયાને ભારે પડી આ ભૂલ, જાણો હારના કારણો...

IND vs NZ: ટીમ ઈન્ડિયાને ભારે પડી આ ભૂલ, જાણો હારના કારણો વિશે

Team Chabuk-Sports Desk: ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 307 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડે 47.1 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 306 રન બનાવ્યા હતા. આ દરમિયાન કેપ્ટન શિખર ધવન, શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે શાનદાર અડધી સદી ફટકારી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડે 47.1 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા તેના બોલરોની ભૂલ ભારે પડી.

ટોમ લાથમ અને કેન વિલિયમસન ભારતની હારનું સૌથી મોટું કારણ બન્યા. ભારતીય બોલરો આ બંને વચ્ચેની ભાગીદારીને તોડવામાં નિષ્ફળ રહ્યા હતા. સારી શરૂઆત છતાં ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ હતી.

ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગમાં બોલિંગમાં પણ સારી શરૂઆત જોવા મળી હતી. પરંતુ આ પછી વિલિયમસન અને લાથમની જોડી ભારે પડી ગઈ હતી. આ બંને ખેલાડીઓ વચ્ચે 221 રનની અણનમ ભાગીદારી થઈ હતી. આ દરમિયાન બંને ખેલાડીઓએ 165 બોલનો સામનો કર્યો હતો.

અર્શદીપ સિંહ ભારત માટે સૌથી મોંઘો સાબિત થયો હતો. તેણે 8.1 ઓવરમાં 68 રન આપ્યા અને એક પણ વિકેટ ન લઈ શક્યો. જ્યારે શાર્દુલ ઠાકુરે 9 ઓવરમાં 63 રન આપીને એક વિકેટ લીધી હતી. શાર્દુલની શરૂઆત સારી રહી હતી. તેણે મેડન ઓવર પણ લીધી હતી. પરંતુ આ પછી તેણે 40મી ઓવરમાં 25 રન આપ્યા હતા. ઉમરાને 10 ઓવરમાં 66 રન આપ્યા હતા. તેણે 2 વિકેટ લીધી હતી. ઉમરાને 33મી ઓવર કરી હતી. જેમાં તેણે 12 રન આપ્યા હતા. જ્યારે ચહલે 43મી ઓવરમાં 13 રન આપ્યા હતા. આ બધા ભારતની હારના મહત્વના કારણો હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments