Team Chabuk-National Desk: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આજે ભારત જોડો યાત્રા દરમિયાન ઓમકારેશ્વર શિવલિંગના દર્શન કર્યા અને મા નર્મદાની આરતીમાં પણ ભાગ લીધો હતો. કન્યાકુમારીથી શ્રીનગર સુધીની ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે સાંજે આસ્થાના રંગોમાં રંગાયેલા જોવા મળ્યા.


રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના ઓમકારેશ્વરના બ્રહ્મપુરી ઘાટ પર હાથમાં દીવો લઈને નર્મદા નદીની સાંજની આરતી કરી હતી. પૂર્વ કોંગ્રેસ પ્રમુખે નર્મદા પૂજન કર્યું હતું અને નદીમાં ચુંદડી પણ અર્પણ કરી હતી.

આ પછી તેમણે ભગવાન શિવના જ્યોતિર્લિંગના દર્શન કર્યા. બ્રહ્મપુરી ઘાટ પર પૂજા દરમિયાન, રાહુલ ગાંધી સફેદ કુર્તા-પાયજામા પહેરેલા અને લાલ પાઘડીમાં જોવા મળ્યા હતા. આરતી દરમિયાન રાહુલ ગાંધીની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત