Homeગુર્જર નગરીરાજકોટ: યુવતીને 7-7 વર્ષથી હવસનો શિકાર બનાવનારું બીજું કોઈ નહીં પરંતુ પિતા...

રાજકોટ: યુવતીને 7-7 વર્ષથી હવસનો શિકાર બનાવનારું બીજું કોઈ નહીં પરંતુ પિતા જ નીકળ્યો, દીકરીને ગર્ભ રહી જતાં ફૂટ્યો ભાંડો

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં ફરી એકવાર સંબંધો પર લાંછન લગાવતી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક યુવતીને ગર્ભતવી બનાવનારું બીજું કોઈ નહીં પરંતુ તેના પિતા જ હોવાનું સામે આવતા નરાધમ પિતા પર ચારે તરફથી ફિટકાર વરસી રહી છે. દાવો છે કે, આવું છેલ્લા 7-7 વર્ષથી ચાલી રહ્યું હતું. જો કે, સાત વર્ષ આખરે પિતાની કરતૂત બારે આવી છે. પોલીસે યુવતીની ફરિયાદ પરથી પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી નરાધમ પિતાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.

રાજકોટમાં રહેતી 18 વર્ષની યુવતીને 8 ઓક્ટોબરે સાંજે બ્લીડિંગ થતાં તેની માતા સિવિલ હોસ્પિટલમાં લઈ આવી. ગાયનેક વિભાગમાં તબીબોએ તપાસ કરતાં યુવતીને દોઢ માસનો ગર્ભ હોવાનું ખૂલ્યું. ઘટના અંગે જાણ કરાતા એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના PI ભૂકણ સહિતની ટીમ હોસ્પિટલ પહોંચી. જ્યાં પોલીસે યુવતીની પ્રાથમિક પૂછપરછ કરી અને યુવતીએ જે જવાબ આપ્યા તેનાથી પોલીસ પણ ચોંકી ગઈ.

યુવતીએ પોલીસને રડમસ આંખે કહ્યું, કે આ પાપ તેના પિતાનનું જ છે. પોતે એક ભાઇની બહેન છે અને તેના પિતા રિક્ષા ચલાવે છે. પરંતુ માતા ઘરે ન હોય ત્યારે પિતા તેની પર બળજબરી કરતો. યુવતીએ કહ્યું કે, છેલ્લા સાત વર્ષથી પિતા તેના પર બળાત્કાર ગુજારી રહ્યો છે. તેણે કહ્યું કે, પહેલાં તો પપ્પા મને વહાલ કરતા હોય તેવું લાગ્યું મને ખોળામાં બેસાડતા, કપાળ પર હાથ ફેરવતા પછી દાનત બગડીને સીધો છાતી પર હાથ નાખ્યો. શરીર પર જે રીતે સ્પર્શ કરતો, શરીરનાં જે અંગો પર હાથ ફેરવતો તે એક પિતા ક્યારેય આવું ન કરી શકે. હું તેનાથી દૂર ભાગતી તો તે મને મારીને પોતાની પાસે ખેંચી લેતો.

દીકરીની માતએ પણ આરોપી પર રોષ ઠાલવ્યો છે. દીકરીની માતએ કહ્યું કે, હું કામ કરવા માટે બહાર જઉ ત્યારે દીકરી ઘરે એકલી હોય છે. એકલતાનો લાભ લઈ મારો પતિ વારંવાર તેની સાથે અડપલાં અને દુષ્કર્મ ગુજારતો હતો. આજે મારી દીકરીની જે હાલત થઈ છે તે હું જોઈ શકતી નથી, પરંતુ આવું બીજી કોઈ દીકરી સાથે ન થાય તે માટે મારો નરાધમ પતિ બહાર ન નીકળે તેવી મારી માગણી છે.

હાલ પોલીસે આ સમગ્ર મુદ્દે તપાસ શરૂ કરી છે. આરોપીને ઝડપી લેવાયો છે અને જેલમાં મોકલી દેવાયો છે. જો કે, પિતાએ જ પોતાની દીકરીને સાત સાત વર્ષ સુધી પીંખવાની ઘટનાથી લોકોમાં ભારોભાર રોષ ફેલાયો છે. લોકો પણ ઈચ્છી રહ્યા છે કે, આરોપીને કડકમાં કડક સજા મળવી જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments