HomeતાપણુંAAP Candidate List: આમ આદમી પાર્ટીએ વધુ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી,...

AAP Candidate List: આમ આદમી પાર્ટીએ વધુ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ

Team Chabuk-Gujarat Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યના બે મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસે હજુ સુધી એક પણ ઉમેદવારની સત્તાવાર જાહેરાત નથી કરી ત્યારે ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલા આમ આદમી પાર્ટીએ કુલ 55 જેટલા ઉમેદવારોની યાદી અત્યાર સુધી જાહેર કરી દીધી છે. આજ રોજ 17 ઓક્ટોબરના રોજ ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અગાઉના 43 અને આજના વધુ 12 એમ કુલ 55 ઉમેદવારોની યાદી આમ આદમી પાર્ટી જાહેર કરી ચુકી છે.

આજે ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને વધુ 12 ઉમેદવારોની યાદી વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરી છે.

આ 12 બેઠકો પર જાહેર કર્યા ઉમેદવાર

બેઠકઉમેદવારનું નામ
ભુજરાજેશભાઈ પિંડોરીયા
ઈડરજયંતિભાઈ પ્રણામી
નિકોલ (અમદાવાદ)અશોકભાઈ ગજેરા
સાબરમતી (અમદાવાદ)જશવતંભાઈ ઠાકોર
ટંકારાસંજયભાઈ ભટાસણા
કોડીનારવાલજીભાઈ મકવાણા
મહુધારાવજીભાઈ વાઘેલા
બાલાસિનોરઉદેસિંહ ચૌહાણ
મોરવાહડફભાણાભાઈ ડામોર
ઝાલોદઅનિલભાઈ ગરાશિયા
ડેડિયાપાડાચૈતરભાઈ વસાવા
વ્યારાબિપીનભાઈ ચૌધરી
AAP candidate

મહત્વનું છે કે, વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો મહેનતમાં લાગી ગયા છે. જો કે હજુ સુધી ભાજપ-કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. ત્યારે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. થોડા જ દિવસોમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments