Homeગુર્જર નગરીવલસાડઃ નવી નક્કોર કારમાંથી ઝડપાયો 254 કિલો ગાંજો, દશેરાના દિવસે જ ખરીદી...

વલસાડઃ નવી નક્કોર કારમાંથી ઝડપાયો 254 કિલો ગાંજો, દશેરાના દિવસે જ ખરીદી હતી નવી કાર

Team Chabuk-Gujarat Desk: પોલીસની નજરથી બચવા નશાકારક પદાર્થોની હેરફેર કરતાં લોકો નવા નવા કિમીયા અજમાવતા હોય છે. ત્યારે આવો જ એક કિમીયો પોલીસ નિષ્ફળ બનાવ્યો છે. વલસાડ LCBની ટીમે પારડીથી ગાંજો ભરેલી કારનો ફિલ્મીઢબે પીછો કરી અંદાજે 254 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જો કે કારનો ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે. મહત્વની વાત એ છે કે, જે કારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે તે કાર એકદમ નવી છે. નવી નક્કોર કારમાં ગાંજાની હેરફેર કરવામાં આવતી હોવાનું જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે.

સમગ્ર ઘટનાક્રમ વિગતે જોઈએ તો, વલસાડ LCBના PI વી. બી બારડની ટીમને બાતમી મળી હતી કે મુંબઈ તરફથી સુરત તરફ એક નંબર વગરની કારમાં ગાંજાનો લઈ જવાઈ રહ્યો છે. મળેલી બાતમીના આધારે LCBની ટીમે પારડી હાઇવે ઉપર બાતમીવાળી નંબર વગરની કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ગાંજો ભરેલી કારના ચાલકે પકડાઈ જવાના ડરે કારને સુરત તરફ હંકારી મૂકી હતી. ટ્રાફિક પોલીસની ટીમે ટ્રાફિક જામ કરતા ગાંજો ભરેલી કારનો ચાલક ધમડાચી હાઇવે ઉપર કાર મૂકી ફરાર થઈ ગયો હતો. LCBની ટીમે કારમાં ચેક કરતા કારની પાછળની સીટ અને ડિક્કીમાંથી 2 કિલો અને 5 કિલોના પેકેટમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. LCBની ટીમે કારમાંથી 125 પેકેટમાંથી અંદાજે 254 કિલો ગાંજાનો જથ્થો અને કાર મળી કુલ 40 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી કાર ચાલકને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ વલસાડ સિટી પોલીસને સોંપી છે. 

પ્રાથમિક તપાસમાં આ કાર રાજસ્થાનની હોવાનું જાણવા મળ્યું છે. સાથે 5 મી ઓક્ટોબરના રોજ એટલે કે હજુ દશેરાના દિવેસ જ કારને ખરીદી હોવાના પુરાવા કારમાંથી મળ્યા હતા. વલસાડ પોલીસે ગાંજાના કેસમાં આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. કાર માલિકને શોધી કાર ચાલક અંગે જાણવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસને શંકા ન જાય એ માટે નાશનો વેપાર કરતા લોકો દ્વારા નંબર વગરની નવી કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ પોલીસે આ ગાંજો જથ્થો ઝડપી પાડ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી તેમજ સરકારી CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments