Homeગુર્જર નગરીપાટણઃ ડમ્પરે પોલીસની ગાડીને ટક્કર મારી, કચ્છના PSIનું મોત

પાટણઃ ડમ્પરે પોલીસની ગાડીને ટક્કર મારી, કચ્છના PSIનું મોત

Team Chabuk-Gujarat Desk: પાટણના સાંતલપુર નજીક ડમ્પરે પોલીસની ગાડીને ટક્કર મારી જેમાં કચ્છના PSI કે.એફ.વસાવાનું નિધન થયું છે. જ્યારે તેમની સાથે બેઠેલા અન્ય પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ અંગે મળતી માહિતી મુજબ પુરપાટ ઝડપે આવતું ડમ્પર પોલીસની ગાડી સાથે ધડાકાભેર અથડાયું હતું. ડમ્પર અથડાતા પોલીસની ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ગાડી પલટી ગઈ હતી.

ગાડી પલટતા રસ્તા પર પોલીસકર્મીઓની પીડાદાયક બૂમો ગૂંજી ઉઠી હતી. દુર્ઘટમાં સૌથી વધુ ગંભીર ઈજા PSI કે.એફ.વસાવાને થઈ હતી. બીજી તરફ બનાવની જાણ થતાં જ લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા અને 108ની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ડોક્ટરે PSIને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય પોલીસકર્મીઓની સારવાર શરૂ કરી હતી. હાલ તમામ ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓ સારવાર હેઠળ છે.


બીજી તરફ ઘરના મોભીનું અચાનક નિધન થતાં PSIના પરિવાર પર આભ તૂટ્યું છે. આ ઉપરાંત પોલીસ બેડામાં પણ ગમગીની છવાઈ છે. પોલીસ સ્ટાફ અને PSIના મિત્રોએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. બીજી તરફ પોલીસે અકસ્માત મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments