HomeસિનેમાવાદDrishyam 2 Trailer: થઈ જાઓ તૈયાર, ફરી ખુલશે સલગાંવકર પરિવારનો કેસ !...

Drishyam 2 Trailer: થઈ જાઓ તૈયાર, ફરી ખુલશે સલગાંવકર પરિવારનો કેસ ! 4 ફેઈલ વિજય ફરી આપશે પોલીસને ચકમો ?

Team Chabuk-Entertainment Desk: ફિલ્મ દ્રશ્યમ-2નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અજય દેવગન એકવાર ફરીથી વિજય સલગાંવકરના રૂપમાં પરત ફર્યો છે. જો કે, આપને જણાવી દઈએ કે આ વખતે સલગાંવકર પરિવાર સાથે પંગો લેવા માટે તબૂ સાથે અક્ષય ખન્નાની એન્ટ્રી થવાની છે. 18 નવેમ્બર 2022 થિયેટરમાં રિલીઝ થનારી આ થ્રિલર ફિલ્મના ટ્રેલરમાં સાત વર્ષ પછી સલગાંવકર પોતાના ભૂતકાળ સાથે રૂબરૂ થવા થશે.

ટ્રેલરની શરૂઆતમાં અજય દેવગન ઉર્ફે સલગાંવકરનો ડાયલૉગ સાંભળીને એવું લાગી રહ્યું છે કે, આ વખતે તેણે પોલીસ સામે હાર માની લીધી છે. શરૂઆતમાં તે કહી રહ્યો છે કે, ” સત્ય એક વૃક્ષ જેવું હોય છે. જેટલું ઈચ્છો એટલું દફનાવો પરંતું એક દિવસ તો તે જરૂર બહાર આવશે.” જો કે, ત્યારબાદ બીજી જ પળે સાત વર્ષ પહેલાનું તે જ જૂનું વિજયનગર જોવા મળી રહ્યું છે.

સલગાંવકર પોલીસને કહી રહ્યો છે કે, સાત વર્ષ થઈ ગયા પરંતું આજે પણ મારા પરિવારને પરેશાન કરવામાં આવી રહ્યો છે. સાથે જ તે સતત પોતાના પરિવારને મજબૂત કરતો જોવા મળી રહ્યો છે. દરેક દ્રશ્યો તેના પક્ષમાં હોય છે પરંતું ત્યારબાદ..

અક્ષય ખન્નાની એન્ટ્રી થાય છે. તે કેસને ઉકેલવાના પ્રયાસો કરી રહ્યો છે. જો કે, કેસ ફરી ત્યાં જ અટકી જાય છે. આ જ સમયે તબુની એન્ટ્રી થાય છે. આ વખતે તે એક પોલીસ ઓફિસર તરીકે નહીં પરંતું એક માના રૂપમાં આ કેસ સાથે જોડાય છે. અક્ષય ખન્ના અને તબુ વિજય સલગાંવકર પર એક બાદ એક વાર કરી રહ્યા છે અને તેને વિચારવાનો પણ સમય નથી આપતા અને કેસને પોતાની તરફ લઈ જવાની કોશિશ કરે છે.

અંતમાં વિજય પોતાનું નિવેદન નોંધાવતો નજરે પડે છે. ટ્રેલર જોતી વખતે દરેક વખતે મનમાં એક જ સવાલ થાય છે કે શું આ વખતે સલગાંવકર પરિવાર પોલીસની જાળમાં ફસાઈ જશે ? શું ગયા વખતની જેમ આ વખતે પણ વિજય પોલીસને ચકમો આપવામાં સફળ રહેશે ? આ બંને સવાલોના જવાબ મળી જશે પરંતુ નવેમ્બર મહિનામાં. 18 નવેમ્બરે ફિલ્મ રિલીઝ થઈ રહ્યું છે જેની ફેન્સ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments