HomeUncategorizedગીર સોમનાથઃ ઊનામાં રામનવમીની શોભાયાત્રાની તડામાર તૈયારી

ગીર સોમનાથઃ ઊનામાં રામનવમીની શોભાયાત્રાની તડામાર તૈયારી

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના ઊના તાલુકામાં રામનવમીની શોભાયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 30 માર્ચે ઊના શહેરમાં નીકળનારી શોભાયાત્રામાં સામેલ થવા માટે રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિએ નાગરિકોને ભાવભર્યું નિમંત્રણ આપ્યું છે.

ઊનામાં નીકળનારી શોભાયાત્રા ભવ્યાતિભવ્ય અને સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા બની રહેશે તેવો સમિતિનો દાવો છે. આ અંગે સમિતિએ જણાવ્યું હતું કે, દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાની ઉજવણી રૂપે આપણે ઊનામાં રામાયણના પ્રસંગો ઊનાના માર્ગો પર પ્રતિકૃતિ રૂપે રજૂ કર્યા છે.

  • ક્યા સ્થળે શું બનાવાયું ?
  • 21 ફૂટ ઊંચી પ્રતિમા, ટાવર ચોક
  • શબરીબાઈનો પ્રસંગ, ટાવર ચોક
  • રામેશ્વરનો પ્રસંગ, ટાવર ચોક
  • ગૌ માતા સાથેનો સેલ્ફી પોઇન્ટ
  • ફરતા કમળ પર રામાયણના ચિત્રો
  • સંજીવની સાથે હનુમાનજી, ટાવર ચોક
  • રામ ધૂન બોલતા હનુમાનજી, ત્રિકોણ બાગ
  • કેવટ અને રામ ભગવાનનો પ્રસંગ, ત્રિકોણ બાગ
  • ભગવા વૃક્ષ , ત્રિકોણ બાગ
  • ઝુપડી સેલ્ફી પોઇન્ટ, ત્રિકોણ બાગ

શોભાયાત્રામાં શહેરભરના વિવિધ વિસ્તારોના લોકો પોતાની પાલખી લઈને જોડાશે. ભોઈ વાડા, ધોબીવાડા, શેઠવાડા, રામનગર ખારો વિસ્તાર, ખોડિયારનગર તેમજ ઊનાના અન્ય વિસ્તારો અને સોસાયટીઓમાંથી યુવાનો પાલખી લઈને આવશે. રામનવમીના દિવસે ઉના શહેરની પાલખી બપોરના બે વાગ્યે રામજી મંદિરેથી શહેરમાં નીકળશે. જેમાં સમયસર જોડાવા સમિતિએ પાલખી લઈને પધારનારા લોકોને અપીલ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments