Homeદે ઘુમા કેMI vs DC Final: મુંબઈ ઈન્ડિયન્સે ઈતિહાસ રચતા WPLનો પ્રથમ ખિતાબ જીત્યો,...

MI vs DC Final: મુંબઈ ઈન્ડિયન્સે ઈતિહાસ રચતા WPLનો પ્રથમ ખિતાબ જીત્યો, નેટ સિવર બ્રન્ટની શાનદાર ઈનિંગ

Team Chabuk-Sports Desk: મુંબઈ ઈન્ડિયન્સની ટીમે WPLનું પ્રથમ ટાઈટલ જીત્યું હતું અને ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. મુંબઈએ 19.3 ઓવરમાં 132 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો જેમાં નેટ સિવર-બ્રન્ટે અણનમ 60 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન હરમનપ્રીતે 37 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

મુંબઈ ઈન્ડિયન્સે વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનનું ટાઈટલ જીતી લીધું છે. હરમનપ્રીત કૌરની ટીમને ફાઇનલમાં જીતવા માટે 132 રનનો ટાર્ગેટ મળ્યો હતો. નેટ સીવર બ્રન્ટની શાનદાર બેટિંગના કારણે મુંબઈ ઈન્ડિયન્સે 19.3 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

હરમનપ્રીત કૌરની ટીમે પ્રથમ સિઝનનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં નવ વિકેટે 131 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.3 ઓવરમાં ત્રણ વિકેટે 134 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments