Homeગુર્જર નગરી‘બાપાના બગીચા’માં ઘૂસી ગઈ પિકઅપ વાન ! જુઓ CCTV

‘બાપાના બગીચા’માં ઘૂસી ગઈ પિકઅપ વાન ! જુઓ CCTV

Team Chabuk-Gujarat Desk: સુરતના સારોલી વિસ્તારમાં ઢાબામાં એક પીકઅપ વાન ઘૂસી જતાં અફરા તફરી મચી ગઈ. ઢાબામાં બેઠેલા લોકો રીતસરના ઢાબાની બહાર દોડતા દેખાયા હતા. દુર્ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

બોલેરો પિક-અપ બેકાબૂ બનતાં ‘બાપાનો બગીચો’ નામના ઢાબામાં ઘૂસી ગઈ હતી. ઢાબામાં જમવા બેઠેલા એક યુવકને સીધો જ કચડી નાખ્યો હતો, જેને લઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, ઢાબામાં ગ્રાહકો બેઠા છે. ઢાબાના નજીકથી પસાર થતી બોલેરો પિક-અપના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં જોવા જેવી થઈ હતી. ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં સીધે સીધી પિક-એપ ઢાબામાં ઘૂસી ગઈ હતી.
ઢાબામાં જે ખાટલા મૂકવામાં આવ્યા હતા તેમના ઉપર કેટલા ગ્રાહકો આરામ ફરમાવી રહ્યા હતા. તો એક ગ્રાહક ખુરસી પર પણ બેઠેલો હતો. પિક-અપ ગાડીએ ખુરસી પર બેઠેલા યુવકને જબરદસ્ત ટક્કર મારી ઉડાડી દીધો હતો. જ્યારે ચા બનાવી રેહેલા યુવકને પણ ટક્કર વાગતા તે ઢળી પડ્યો હતો ત્યારબાદ જીવ બચાવીને બહાર ભાગ્યો હતો.

‘બાપાનો બગીચો’ ઢાબાના માલિક નિલેશ સુરાનાએ કહ્યું કે, હું કાઉન્ટર પર બેઠો હતો અને એકાએક જ બોલેરોપિક-અપ અંદર ઘૂસી આવી હતી. એક-બે ક્ષણની અંદર જ એવી રીતે અંદર આવી ગઈ કે અમે કંઈ સમજી શક્યા નહીં. 8થી 10 ગ્રાહકો અંદર હતા, તે પૈકીના ત્રણ લોકોને ઈજા થઈ છે. મને પણ સામાન્ય ઇજા થઈ હતી અને હું ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગયો હતો.

બેથી ત્રણ લોકોને ઈજા થઈ છે એમાં એક વ્યક્તિને ત્રણથી ચાર ફ્રેક્ચર થયાં હોવાનું જાણવા મળ્યું છે. પિક-અપનો ચાલક છે ઘટનાસ્થળે ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. બોલેરો પિક-અપ ખાલી હતી અને ડ્રાઇવર ઘટનાસ્થળેથી ભાગી ગયો છે. જે રીતે ગાડી અંદર પ્રવેશી હતી એ જોતાં અમે પોતે પણ આ સીસીટીવી જોઈને સ્તબ્ધ થઈ ગયા છે. જાણે અમારો કાળ બનીને ગાડી અંદર પ્રવેશી હતી, પરંતુ સદનસીબે અમારા તમામના જીવ બચી ગયા.

તાજેતાજો ઘાણવો

whatsapp group join link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments