Team Chabuk-Tech Desk: Lava Yuva Pro ભારતમાં લોન્ચ થઈ ગયો છે. આ ખાસ કરીને એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યું છે. ફોનની બેક સાઇડમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ(Triple Rear Camera Setup) આપવામાં આવ્યું છે. આ ફોનમાં USB Type C અને 5000 mAh બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે જે તેને ખૂબ આકર્ષક બનાવે છે. ચાલો જાણીએ આ ફોનના ફીચર્સ અને કિંમત વિશે. લાવાના આ ફોનમાં 6.51 ઈંચની LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, જે HD+ 720 x 1600 પિક્સલ રિઝોલ્યૂશન (Resolution) ને સપોર્ટ કરે છે. ડિસ્પ્લે સ્ટાન્ડર્ડ 60Hz રિફ્રેશ રેટ (Refresh Rate) ના સપોર્ટથી લેસ છે. વોટરડ્રોપ નોચ ડિઝાઈન પણ મળે છે. MediaTek નુ એન્ટ્રી સેવલ પ્રોસેસર (Processor) આપવામાં આવ્યું છે.
ચાલો જાણીએ કે આ ફોનમાં 3GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્ટોરેજ(Internal Storage) છે અને તેને માઇક્રોએસડી કાર્ડ (Micro SD Card) દ્વારા પણ વધારી શકાય છે. લાવાનો આ ફોન એન્ડ્રોઇડ 12 ગો (Android 12 Go)ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
ફોનની બેક સાઇડ(Back Side)માં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનનો પ્રાથમિક કેમેરા 13 મેગાપિક્સલનો છે અને આ ફોનમાં સેલ્ફી(Selfie) માટે 8 મેગાપિક્સલનો કેમેરો છે. આ સિવાય ફોનની પાછળની બાજુએ કેમેરાની સાથે LED ફ્લેશ લાઇટ પણ હાજર છે.
ફોનમાં મજબૂત 5,000 mAh બેટરી છે, જે 10W ચાર્જિંગ સપોર્ટ સાથે ઉપલબ્ધ છે. યુએસબી ટાઈપ સી ચાર્જિંગ ફીચર ઉપલબ્ધ છે. કંપની દાવો કરી રહી છે કે આ ફોન 37 કલાકનો ટોકટાઈમ અને 320 કલાકના સ્ટેન્ડબાય ટાઈમને સપોર્ટ કરે છે. Lava Lava Yuva Proનો આ એન્ટ્રી લેવલ ફોન 7799 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે. કંપનીએ આ ફોનને તેની સત્તાવાર વેબસાઇટ પર લિસ્ટ કર્યો છે. ફોન સમાન કિંમત માટે ત્રણ રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે – મેટાલિક બ્લેક, મેટાલિક બ્લુ અને મેટાલિક ગ્રે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત