Team Chabuk-Gujarat Desk: અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળતાં લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હિમાલય વિસ્તારમાં થયેલી હિમવર્ષાની અસરથી રવિવારે મોડી સાંજથી સોમવાર સવાર સુધી કાતિલ ઠંડા પવન ફૂંકાયા હતા. આકાશમાં વાદળોનું પ્રમાણ વધતાં ઠંડો પવન સીધા જમીન તરફ આવતાં ઠંડીનો પારો ગગડ્યો હતો. બપોર સુધી સુસવાટા સાથે ઠંડો પવન ચાલુ રહેતાં વાતાવરણમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું, જેની અસર આજે પણ જોવા મળી હતી.
અમદાવાદમાં સોમવારે લઘુતમ તાપમાન 7.6 ડીગ્રીએ પહોંચતાં એક વર્ષ બાદ જાન્યુઆરીમાં સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસ દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડીગ્રીની આસપાસ રહ્યા બાદ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી શનિવાર સુધી 11થી 14 ડીગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહી શકે છે. ગાંધીનગરમાં કાતિલ ઠંડી પડતાં રેકોર્ડ 5.3 ડીગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગાંધીનગરમાં આગામી ચાર દિવસ 8થી11 ડીગ્રીની આસપાસ લઘુતમ તાપમાન થઈ શકે છે. રાજ્યમાં અન્ય વિસ્તારોમાં 10 ડીગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું છે એમાં ડીસા, પાટણ, પોરબંદર, દાહોદ, રાજકોટ, જામનગર, ભુજ, અમરેલી, કંડલા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
