Homeદે ઘુમા કેIND vs NZ: કેન વિલિયમસન, ટીમ સાઉદી અને બોલ્ટ વગર મેદાનમાં...

IND vs NZ: કેન વિલિયમસન, ટીમ સાઉદી અને બોલ્ટ વગર મેદાનમાં ઉતરશે ન્યૂઝીલેન્ડની ટીમ

Team Chabuk-Sports Desk: ન્યુઝીલેન્ડ સામે ત્રણ વન-ડે શ્રેણીની શરૂઆત બુધવાર એટલે કે આજથી થશે. આ હોમ સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાશે. બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ન્યુઝીલેન્ડના ઝડપી બોલર ટિમ સાઉદી અને ટ્રેંટ બોલ્ટ ટીમનો ભાગ નહીં હોય. બંને બોલરોની ગેરહાજરી ન્યુઝીલેન્ડની ટીમ માટે મોટો ઝટકો માનવામાં આવે છે. હવે ન્યૂઝીલેન્ડ ટીમના કાર્યકારી કેપ્ટન ટોમ લાથમે ટિમ સાઉદી અને ટ્રેંટ બોલ્ટની ગેરહાજરી પર મોટું નિવેદન આપ્યું છે.

ટોમ લેથમે કહ્યું કે ટિમ સાઉદી અને ટ્રેંટ બોલ્ટની ગેરહાજરી અમારી ટીમ માટે મોટો ફટકો છે. વાસ્તવમાં ટિમ સાઉદી પાકિસ્તાન સામેની સીરીઝ બાદ ન્યુઝીલેન્ડ પરત ફર્યા છે. જ્યારે ટ્રેંટ બોલ્ટ ન્યુઝીલેન્ડ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો ભાગ નથી. જેના કારણે તે મેચમાં રમી રહ્યો નથી. ટોમ લાથમે કહ્યું કે કેન વિલિયમસન સિવાય અમારી ટીમમાં ટિમ સાઉદી અને ટ્રેંટ બોલ્ટ નહીં હોય. અમારી ટીમ માટે આ ખાલી જગ્યા ભરવાનું સરળ નહીં હોય. જોકે, આ ખેલાડીઓની ગેરહાજરી અન્ય ખેલાડીઓને પોતાને સાબિત કરવાની સારી તક આપશે.

તમે લાઈવ મેચ ક્યાં જોઈ શકો છો

તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીની તમામ મેચો જોઈ શકો છો. આ સિવાય ફેન્સ ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. જોકે, ડિઝની પ્લસ હોટસ્ટાર પર મેચ જોવા માટે સબસ્ક્રિપ્શન લેવું જરૂરી રહેશે. એટલે કે, ક્રિકેટ ચાહકો પ્લાન વિના ડિઝની પ્લસ હોટસ્ટાર મેચ જોઈ શકશે નહીં.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments