HomeસિનેમાવાદDada saheb phalke award: દાદા સાહેબ ફાળકે એવોર્ડથી આશા પારેખને સન્માનિત કરાશે

Dada saheb phalke award: દાદા સાહેબ ફાળકે એવોર્ડથી આશા પારેખને સન્માનિત કરાશે

Team Chabuk-Entertainment Desk: 79 વર્ષીય અભિનેત્રી આશા પારેખને 2020 માટે દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. જે ભારતીય સિનેમાના ક્ષેત્રમાં સર્વોચ્ચ પ્રદાન બદલ આપવામાં આવે છે. આશા પારેખે “દિલ દેકે લેખો”, “કટી પતંગ”, “તીસરી મંઝીલ” અને “કારવાં” જેવી અનેક સફળ ફિલ્મો આપી છે. આશા પારેખ હિન્દી સિનેમાની અત્યાર સુધીની સૌથી પ્રભાવશાળી અભિનેત્રીઓમાંની એક છે. આશા પારેખે સફળ ફિલ્મો આપી છે અને 90ના દાયકાના અંતમાં વખણાયેલા ટીવી નાટક “કોરા કાગઝ”નું નિર્દેશન કર્યું હતું. ગયા વર્ષે રજનીકાંતને 2019 માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આશા પારેખની જોડી સૌથી શમ્મી કપૂર સાથે વધુ હીટ રહી છે. તે સિવાય જીતેન્દ્ર અને રાજેશ ખન્ના સાથે વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આશા પારેખ પોતાના સમયની સફળ અભિનેત્રીઓમાંની એક છે જેની સૌથી વધુ રકમ ચૂકવવામાં આવતી હોવાનું કહેવામાં આવતું હોવાનું મનાતું હતું. આશા પારેખના સમયની સાધના, બબીતા, નૂતન જેવી અનેક અભિનેત્રીઓ જેમને દર્શકો પસંદ કરતા હતા પરંતુ આશા પારેખ જે ફિલ્મમાં હોય તે ફિલ્મ મોટાભાગે હીટ રહેતી આથી તેને હિટ ફિલ્મ ક્વીનનું બિરુંદ પણ મળ્યું હતું. એક સમયે આશા પારેખને ફિલ્મોમાં લેવા કોઈ તૈયાર નહોતું પરંતુ શમ્મી કપૂર સાથે કરેલ ફિલ્મ દિલ દેકે દેખો બાદ તેણે કયારેય પાછું વળીને જોયું નથી. તે જ્યારે પણ ફિલ્મ માટે સ્ક્રીન ટેસ્ટ આપવા જતી ત્યારે કેટલાક તેની ટીકા કરતા કે આ ક્યારે પણ અભિનેત્રી નહી બની શકે.

આશા પારેખે હિન્દી ફિલ્મો ઉપરાંત ગુજરાતી, પંજાબી અને કન્નડ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તેમણે પોતાની પ્રોડકશન કંપની પણ લોન્ચ કરી જે ટી.વી શો બનાવે છે. આશા પારેખે હિન્દી ફિલ્મો સાથે ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. અને તે ફિલ્મો પણ હિટ રહી હતી.

દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર બોલીવુડના કલાકારોમાં તે 52મી કલાકાર છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે ‘આશા ભોંસલે, હેમા માલિની, ઉદિત નારાયણ, પૂનમ ઢિલ્લોં અને ટીએસ નાગભરણની સભ્યતા ધરાવનાર દાદા સાહેબ સમિતિએ 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં આશા પારેખને પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે.’

દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કાર્યક્રમ આ વર્ષે 30 સપ્ટેમ્બરે આયોજીત કરવામાં આવ્યો છે જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આશા પારેખના આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે. આશા પારેખને આ પહેલા 1992ના વર્ષમાં પદ્મ શ્રી થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. અનુરાગ ઠાકુરે આશા પારેખ વિશે જણાવતા કહ્યું કે તેમણે 95થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેઓ આ સાથે 2001 સુધી કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપન બોર્ડના અધ્યક્ષ પદે પણ રહ્યા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments