Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ જૂથ અથડામણમાં યુવકની હત્યાના કેસમાં 13 આરોપી ઝડપાયા, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે...

સુરેન્દ્રનગરઃ જૂથ અથડામણમાં યુવકની હત્યાના કેસમાં 13 આરોપી ઝડપાયા, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે થઈ યુવકની અંતિમવિધી

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના દેવચરાડી ગામે સરપંચની ચૂંટણીનું દુઃખ અને જુગારની રેડ કરાવવાના વહેમમાં જૂથ અથડામણ થઈ હતી. અથડામણમાં એક યુવકનું મોત થયું હતું જ્યારે 4 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં પોલીસે સંર્તકતા દાખવી 13 આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.
ધ્રાંગધ્રા તાલુકાના દેવચરાડી ગામે ગત રવિવારે આઠ વાગ્યા આસપાસ બે જૂથ સામસામે આવી ગયા હતા. એક જૂથે બીજા જૂથના કેટલાક લોકો પર હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ હુમલામાં ઈજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તબીબે એક યુવકને મૃત જાહેર કર્યો હતો.

બીજી તરફ ચાર લોકોને ગંભીર ઇજા થતાં સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ અને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો દેવચરાડી ગામે પહોંચ્યો હતો અને ગામમાં કોઈ અનિચ્છિનય બનાવ ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

આ તરફ મૃતકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપ લગાવ્યો છે કે, આરોપી વિરૂદ્ધ કુટુંબના એક સભ્યેએ એટ્રોસીટીની ફરિયાદ કરેલી હતી. ઉપરાંત સરપંચની ચૂંટણીનું મન દુઃખ રાખી આરોપીઓ પંકજ ભડાલિયા, કિશોર ભડાલિયા સહિત 13 લોકોએ ગેરકાયદેસર મંડળી રચી અને પાઈપ ધારિયા જેવા હથિયારોથી હુમલો કર્યો હતો.

અથડામણ બાદ ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલે અનુસુચિત સમાજના લોકો એકઠાં થયા હતા. ઉપરાંત ધ્રાંગધ્રા બંધનું એલાન આપી અને જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સુરેન્દ્રનગર એસપી સહિતના પોલીસ અધિકારીઓ ધ્રાંગધ્રા પહોંચી અને સમજાવટ શરૂ કરે હતી પરંતુ પરિવારજનોએ આરોપી ઝડપાયા બાદ જ મૃતદેહ સ્વીકારવાની હઠ પકડી હતી.

મામલો વધુ ઉગ્ર બનતા જિલ્લા પોલીસ અધ્યક્ષે તાત્કાલિક બીટ જમાદારને સસ્પેન્ડ કરી અને પીઆઇની બદલી કરી હતી. બીજી તરફ પોલીસની ટીમે 13 આરોપીઓને ઝડપી લીધા હતા. જે બાદ મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર કર્યા હતા. હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments