Team Chabuk-Political Desk: બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ગત રાત્રે ધરપકડ કરી છે. જીજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાત્રે 11.30 કલાકે ધરપકડ કરવામાં આવી છે. સર્કિટ હાઉસથી આસામ પોલીસ જીજ્ઞેશ મેવાણીની ધરપકડ કરીને પાલનપુર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યાંથી અમદાવાદ એરપોર્ટથી જીજ્ઞેશ મેવાણીને આસામ લઈ જવામાં આવ્યા છે.
Gujarat | Congress Vadgam MLA Jignesh Mevani arrested by Assam Police from Palanpur Circuit House around 11:30 pm last night, as per Mevani's team. "Police yet to share FIR copy with us. Prima facie, we have been informed about some cases filed against him in Assam," they added pic.twitter.com/lYkKzCwOpu
— ANI (@ANI) April 20, 2022
આસામમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જો કે જીજ્ઞેશ મેવાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, પોલીસે હજુ સુધી FIRની નકલ આપી નથી. પરંતુ જીજ્ઞેશ મેવાણીનું કહેવું છે કે તેમણે શાંતિ અને અમનની અપીલ કરતાં બે ટ્વિટ કર્યા હતા. અને પોલીસે કહ્યું છે કે ટ્વિટ કરવા મામલે તેઓની ધરપકડ કરાઈ છે.

આસામ પોલીસ બુધવારે મોડી રાત્રે 11.30 વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસ પહોંચી હતી. જીજ્ઞેશ મેવાણીની ટીમના જણાવ્યા અનુસાર તેમની ધરપકડ શા માટે કરવામાં આવી તે કારણ જાણી શકાયું નથી. આસામ પોલીસ પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડ કરી અને બાદમાં તેમને અમદાવાદ લઈ ગઈ હતી અને ત્યારબાદ ત્યાંથી એરપોર્ટથી આસામ લઈ જવામાં આવ્યા છે. કહેવાય છે કે, બુધવારે રાત્રે પાલનપુર સર્કિટ હાઉસમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, મારી એક ટ્વિટના કારણે મારી ધરપકડ કરવામાં આવી છે. જોકે, પોલીસે મને કોઈ ચોક્કસ માહિતી આપી નથી. મેવાણીએ કહ્યું, ‘હું કોઈ ખોટી ફરિયાદથી ડરતો નથી. હું મારી લડાઈ ચાલુ રાખીશ.’
જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં મધ્યરાત્રિએ કોંગ્રેસના નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને અન્ય અનેક ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેઓએ મેવાણીના સમર્થનમાં અને આસામ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જગદીશ ઠાકોરે કહ્યું કે, જીગ્નેશ વિરુદ્ધ RSS પર ટ્વીટ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ધારાસભ્યને ડરાવવાનો આ પ્રયાસ છે. જીજ્ઞેશ મેવાણીની ધરપકડના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડવાની શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત