Homeગુર્જર નગરીરાજ્યમાં ચાર દિવસ વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના, આ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને...

રાજ્યમાં ચાર દિવસ વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના, આ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસશે

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં હાલ પ્રિ-મોન્સૂનની સિઝન ચાલી રહી છે. ગુજરાતમાં સત્તાવાર રીતે તો ચોમાસુ 15થી 20 જુલાઈની વચ્ચે બેસવાનું છે પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સત્તાવાર મોન્સૂન એક્ટિવિટી જેટલી જ ચાલી રહી છે. અમદાવાદમાં બે દિવસ પહેલા રાતના અગિયાર વાગ્યે પડેલા વરસાદે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની જગ્યાએ એવું સાબિત કરી દીધું હતું કે રાજ્યમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે. ગાજવીજ સાથે મેઘરાજાએ અમદાવાદના રસ્તાઓને ધોઈ નાખ્યાં હતાં.

માત્ર અમદાવાદમાં નહીં પણ રાજ્યના ઠેકઠેકાણે મેઘરાજાએ અમીછાંટણા કર્યા હતા. સૌરાષ્ટ્ર્ના રાજકોટ પાસેના જસદણ ખાતે વરસાદ પડતા ખેડૂતો દ્વિધામાં મુકાયા હતા. તો સાપુતારા જેવા પ્રવાસી વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે સ્થાનિકો અને પ્રવાસીઓ ગેલમાં આવી ગયા હતા. આ વચ્ચે કેટલાક એવા વિસ્તારો પણ વરસાદના આવવાથી ખુશ થયા હતા જેઓ ઉનાળામાં અસહ્ય ઉકળાટનો સામનો કરી રહ્યા છે.

ત્યારે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ચાર દિવસ વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે. જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો વાદળછાયા વાતાવરણની સાથે સાથે રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદની હાલની સિસ્ટમ જોઈએ તો હાલ ચોમાસુ તમિલનાડુ પહોંચી ચૂક્યું છે. ભારતની જો વાત કરવામાં આવે તો ભારતમાં ત્રણ જૂનથી સત્તાવાર રીતે ચોમાસુ દસ્તક આપી ચૂક્યું છે. હવે ચોમાસુ ધીમે ધીમે ભારતના ઉત્તરભાગમાં આગળ વધી રહ્યું છે. આજે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં મેઘો મંડાવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સમયે હવાની ઝડપમાં વધારો જોવા મળી શકે છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી દિવસોમાં ઓરિસ્સા, ઝારખંડ, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો અને બિહાર સુધી પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ચોમાસુ મધ્ય અરબ સાગર, કર્ણાટકના તટીય ક્ષેત્રો, ગોવા, મહારાષ્ટ્રના કેટલાક ભાગ, કર્ણાટકના અંદરના ભાગ, તેલંગણાના કેટલાક વિસ્તારોમાં અને આંધ્રપ્રદેશ, તમિલનાડુના કેટલાક ભાગમાં મધ્ય બંગાળની ખાડી અને બંગાળની ખાડીના પૂર્વોત્તર ભાગ સુધી પહોંચી ચૂક્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments