Team Chabuk-Gujarat Desk: દારૂના અઠંગ વ્યસની કેવા હોય તેનું જીવતું જાગતું ઉદાહરણ મોરબી જિલ્લામાંથી સામે આવ્યું છે. પીનારાઓ માટે તો ગમે જગ્યા અને ગમે તે સ્થળ ચાલે પછી નવું નજરાણું એ છે, કે પીનારાઓ તો ગમે ત્યાં પડ્યો હોય પી લે. મોરબીની પોલીસે દારૂની જથ્થાબંધ બોટલ પર રોલર ફેરવી નાખ્યું હતું. જેથી બોટલમાંથી ફૂટીને નીકળેલો દારૂ ઠેર ઠેર ફેલાયો હતો અને જમીનમાં પડેલા નાના મોટા ખાડાઓમાં વરસાદ બાદ પાણી ભરાય એમ ભરાઈ ગયો હતો. એવામાં ત્યાં દારૂ રસીયા ઉમટી પડ્યા હતા અને મદ્યપાન કરવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે.
હવે સ્થિતિ એવી છે કે પોલીસે દારૂનો તો નાશ કર્યો પણ વીડિયો વાઈરલ થયા બાદ કહેનારાઓ તો એવું પણ કહી રહ્યા છે, કે દારૂને નાશ કરવાની પદ્ધતિ ખોટી છે. મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018થી 2020માં હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂના દરોડા પડ્યા હતા. જેમાં દારૂનો જથ્થો પકડાયો હતો.
દારૂના આ વિશાળકાય જથ્થાને હળવદની મોડેલ સ્કૂલની પાછળ આવેલા ભાગની સરકારી ખરાબાની જમીનમાં, નાશ કરવા માટે લઈ જવામાં આવ્યો હતો. મોટાભાગે પોલીસ કરતી હોય છે એ રીતે જ દારૂની બોટલ પર રોલર ફેરવી તેનો કચ્ચરઘાણ વાળી દેવામાં આવ્યો હતો. પોલીસને ખબર નહોતી કે સોશિયલ મીડિયાના જમાનામાં આવું પણ થશે. આવા પણ લોકો હશે? પણ આવા લોકો છે જે ઢોળાયેલો દારૂ પી છે!
બોટલનો કચ્ચરઘાણ કર્યા બાદ જાણે કુદરતી ઝરણું ફૂટ્યું હોય એમ દારૂ વહેવા લાગ્યો હતો. દારૂરસીયાઓ પોતાની આતશ બુઝાવવા માટે પહોંચી ગયા હતા અને ખાબોચિયામાં પડેલા દારૂને ગટગટાવવા લાગ્યા હતા. વીડિયો વાઈરલ થયા બાદ ગુજરાતના વ્યસનીઓ પર હસવું કે ગુસ્સે થવું તે નક્કી નથી કરી શકાતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત