Team Chabuk-Gujarat Desk: ફેસબુકમાં જો કોઈ વ્યક્તિ લોકપ્રિય હોય કે જાહેર જીવનમાં મદદ કરનારો હોય તો તેના માટે મુશ્કેલી સર્જાય છે. આ મુશ્કેલીનું નામ છે ફેસબુકમાં ફેક આઈડી બનવું. ફેસબુક પર હવે ગમે તેની ઓળખ ધરીને ન કરવાના કાર્યો થયા કરે છે. ઓળખ બદલીને લૂંટવાના ધંધાઓ ઘરે બેઠા થતા હોય છે. આ વેબજાળમાં હવે બીજું કોઈ નહીં પણ સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય ફસાયા છે. તેમના નામે કોઈએ ફેક આઈડી બનાવ્યું અને પૈસા પણ માગ્યા.

સુરેન્દ્રનગરના વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલાના નામે કોઈ નબીરાએ ફેક આઈડી બનાવ્યું છે અને પૈસાની માગણી કરી રહ્યું છે તેવી માહિતી ધનરાજભાઈએ પોતાના ફેસબુક આઈડી પરથી શેર કરી હતી. આ વ્યક્તિ મેસેન્જરમાં પૈસાની માગણી કરે છે. આ અંગે ધનરાજભાઈએ સોશિયલ મીડિયાના તેમના ફોલોઅર્સને અપીલ કરી છે કે, મારા નામે કોઈ પૈસા માગે તો ન આપવા.

ધનરાજભાઈએ આ અંગેની ફરિયાદ સાઈબર ક્રાઈમમાં પણ નોંધાવી છે અને પોલીસ પણ ધનરાજભાઈના સ્વાંગમાં ફેસબુક પર બહુરૂપિયો બની પૈસા માગી લૂંટ ચલાવનારાને પકડવાની દિશામાં પગલું ભર્યું છે. ઉલ્લેખીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આવી ટોળકીઓ સક્રિય થઈ છે, જે સાઈબર ક્રાઈમ આચરી સામેની વ્યક્તિના ખિસ્સા ખાલી કરી નાખે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત