Homeગુર્જર નગરીગુજરાતમાં 11 ટકા શિક્ષિત બેરોજગારોએ નોકરી ન હોવાથી કંટાળી આત્મહત્યા કરી

ગુજરાતમાં 11 ટકા શિક્ષિત બેરોજગારોએ નોકરી ન હોવાથી કંટાળી આત્મહત્યા કરી

Team Chabuk-Gujarat Desk: દેશમાં બેરોજગારી છે એવું યુવાનોને લાગી રહ્યું હશે, પણ એવું સરકાર સ્વીકારતી નથી. સરકાર કહી રહી છે કે તેણે છેલ્લા ચાર વર્ષમાં ચાર લાખ લોકોને વ્યવસાય અપાવ્યો છે. ખાસ કરીને વાત જ્યારે ગુજરાત સરકારની હોય. ગુજરાત સરકાર હાલ પાંચ વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે. આ સમયે પોતાની બેરોજગાર માટેની ધૂસર છબીને ઉજળી કરવા એક પિરિયોડિક લેબર ફોર્સ સર્વેનો વાર્ષિક રિપોર્ટ સામે આવી ગયો. જેમાં જણાવવામાં આવ્યું છે કે 15થી 29 વર્ષની વયમર્યાદા હોય તેવા દેશના તમામ રાજ્યો કરતા ગુજરાતમાં બેરોજગારીનો દર નીચો છે. રાજ્ય સરકારની અખબારી યાદીમાં આવું જણાવવામાં આવ્યું છે.

બીજી બાજુ સ્થિતિ એવી છે કે ગુજરાતમાં જ બેરોજગારીના કારણે કંટાળેલા 1095 લોકોએ ભાજપની સરકારના રાજમાં આત્મહત્યા કરી છે. દેશમાં આ આંકડો 10,294 સુધી પહોંચે છે. નોકરી ન હોવાના કારણે આત્મહત્યા કરી હોય તેવા 11 લોકો ગુજરાતમાં હતા અને દેશમાં ગુજરાતનો ચોથો નંબર પણ આવ્યો છે.

રાજ્યમાં શિક્ષણનું સ્તર ભયાનક રીતે ઊંચુ છે! આવું એટલા માટે કે હાટડીઓની માફક ઠેર ઠેક શૈક્ષણિક સંસ્થાઓ ખુલી ગઈ છે. જે શિક્ષણ આપવાની કામગીરી તો ભલે બજાવતી પણ બાદમાં બહાર નીકળનારા યુવાનોને નોકરી નથી મળી રહી. સોમવારે લોકસભામાં પ્રશ્ન પૂછતા એવી માહિતી આપવામાં આવી હતી કે, ગુજરાતમાં 8.8 ટકા અનુસ્નાતક અને 5.3 ટકા સ્નાતક યુવાનો બેરોજગાર છે. રાજ્યમાં 15 વર્ષની ઉપરના વિવિધ શૈક્ષણિક શ્રેણીમાં સરેરાશ બેરોજગારી 2 ટકા છે. ચાલુ સાલ 2021માં ગુજરાતનો બેરોજગારી દર 2.1 ટકા છે.

જોકે બીજુ બાજુ સરકાર એવો દાવો કરી રહી છે કે ગુજરાત સરકાર નોકરી આપવા બાબતે ભારતભરમાં નંબર વન છે. છેલ્લા ચાર વર્ષમાં બે લાખ લોકોને નોકરી અપાવી હોવાની વાતો થાય છે. સાથે જ સરકાર એવું પણ કહી રહી છે કે બિન અનામત વર્ગ માટે સરકારે 10 ટકા આરક્ષણની શરૂઆત કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments