Team Chabuk-Gujarat Desk: એકાદ વર્ષ પહેલા ગુજરાતમાં એવી ઘટના બનેલી કે ગાયે જન્મ આપેલા વાછરડાનો ચહેરો અદ્દલ માણસ જેવો હતો. જોકે એ તો જિનેટિકલી હોય છે. હવે ફરી એક વખત આવું થયું છે. બકરીએ જે બચ્ચાને જન્મ આપ્યો છે તે અદ્દલ ઓક્ટોપસની જેમ દેખાય છે. ઓક્ટોપસની માફક દેખાવાનું કારણ એ જ કે તેને આઠ પગ છે. બચ્ચાના જન્મ બાદ તેનો વીડિયો પણ વાઈરલ થયો છે.
સામાન્ય રીતે તો બકરાને ચાર પગ હોય છે પણ આઠ પગ હોય તો! મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામે બકરીએ આઠ પગારા એક બચ્ચાને જન્મ આપ્યો હતો. બચ્ચાને આઠ પગ હોવાથી માલિક સહિત તેની આસપાસના લોકોમાં પણ કૂતુહલ સર્જાયું હતું. બચ્ચાના જન્મ બાદ તેની એક ઝલક મેળવવા માટે ગામના લોકો માલધારીના ઘર પર પહોંચ્યા હતા. બચ્ચુ બડભાગી ન હોવાના કારણે તેનું ગણતરીની કલાકોમાં જ મૃત્યુ થયું હતું.
આઠ પગારું બચ્ચું જેમને ત્યાં જન્મ્યું તે વાલાભાઈ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ બચ્ચાને જોતા પહેલા તો કંઈ ખબર ન પડી પણ બાદમાં એક તારણ પર અવાયું કે તેના આઠ પગ ઓક્ટોપસની જેમ લાગી રહ્યા છે. બચ્ચાને જોયા બાદ માલધારી મંત્રમુગ્ધ થઈ ગયો હતો. તેણે ગામના લોકોને પણ આ વિચિત્ર બચ્ચાના જન્મ અંગેની વાત કરી હતી.
બકરીના બચ્ચાના આઠ પગની વાત સાંભળતા જ ગામના લોકો માલધારી વાલાભાઈને ત્યાં પહોંચી ગયા હતા. એ પછી વાલાભાઇની આઠ પગ ધરાવતા બકરીના બચ્ચાનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. આસપાસના લોકોને એમ હતું કે બકરીનું બચ્ચું જીવી જશે પણ એવું બન્યું નહીં. આઠ પગ ધરાવતું અને જિનેટિક પ્રોબ્લેમવાળું આ બચ્ચું ગણતરીના સમયમાં જ મૃત્યુ પામ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત