Team Chabuk-Sports Desk: ઓલિમ્પિકમાં ભારતે આ વખતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. 2008 બાદ ભારતના ખાતામાં ફરીથી એક ગોલ્ડ મેડલ આવ્યો છે. ચાર વર્ષ બાદ ભારત ફરી સારા ખેલાડીઓ સાથે ઓલિમ્પિકના મેદાનમાં ઉતરે અને વધુમાં વધુ ગોલ્ડ લાવે તેવી આશા દેશવાસીઓ સેવી રહ્યા છે. આ વખતે ભારતે 2016માં યોજાયેલી ઓલિમ્પિક કરતાં પાંચ મેડલ વધુ અંકે કર્યો છે. એટલે કે, 2016માં ભારત ઓલિમ્પિકમાંથી ભારતીય ખેલાડીઓ કુલ 2 મેડલ લાવ્યા હતા. આ વખતે આ મેડલનો આંકડો 7 પર પહોંચ્યો છે અને તેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સામેલ છે. હવે અહીં સવાલ એ છે કે, જે મેડલ ઓલિમ્પિકમાં અપાય છે તે કંઈ ધાતુના બનેલા હોય છે ? નીરજ ચોપરાએ જે ગોલ્ડ જીત્યો છે તે આખો સોનાનો છે કે નહીં અને તેનું વજન કેટલું છે ?
મેડલનું વજન કેટલું હોય ?
સામાન્ય રીતે ઓલિમ્પિકમાં મેડલ 500 ગ્રામનો હોય છે. પરંતુ આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં સૌથી વધુ વજનવાળા મેડલ અપાયા છે. આ વખતે ગોલ્ડ મેડલ અંદાજીત 556 ગ્રામનો છે. જ્યારે સિલ્વર મેડલ 550 ગ્રામ અને બ્રોન્ઝ મેડલનો વજન 450 ગ્રામ છે.
ગોલ્ડ મેડલમાં સોનુ કેટલું હોય ?
ઓલિમ્પિકમાં કોઈ પણ રમતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે ગોલ્ડ મેડલ આપવામાં આવે છે. જો ગોલ્ડ મેડલની વાત કરીએ તો મેડલ આખુ સોનાનું નથી હોતું. મેડલ પર માત્ર સોનાનું વરખ ચઢાવેલું હોય છે. જ્યારે વરખની અંદર ચાંદી અને અન્ય મિશ્રિત ધાતુ હોય છે. મેડલમાં માત્ર 1 ટકા કે તેનાથી થોડું વધુ સોનું હોય છે જેનું વજન 6 ગ્રામથી થોડું વધુ હોય છે. મેડલની ડિઝાઈનની જવાબદારી યજમાન શહેરની ઓર્ગેનાઈઝિંગ કમિટીની હોય છે અને દરેક રમતમાં અલગ-અલગ કમિટી હોઈ શકે છે.
2000થી લઈને 2021 સુધીના મેડલ
જો 2000થી લઈને 2021 સુધીના મેડલની વાત કરીએ તો, વર્ષ 2000માં ભારતને માત્ર 1 બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ત્યારબાદ 2004માં ભારતને 1 સિલ્વર મેડલ મળ્યો હતો. 2008માં 1 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. 2012માં 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ ભારતીય ખેલાડીઓએ મેળવ્યા હતા. 2016માં એક સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. જ્યારે આ વર્ષે 2021માં ભારતીય ખેલાડીઓએ કુલ 7 મેડલ મેળવ્યા છે.
તાજોતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત