Team Chabuk-Gujarat Desk: મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં નજીવી બાબતે જૂથ અથડામણમાં બે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અથડામણ ભેંસ ચરાવવા મુદ્દે થઈ હતી, જેમાં એક માનસિક સ્થિર યુવાને આધેડ પર ધોકા અને પાઈપ વડે હુમલો કરી તેમનું ઢીમઢાળી દીધું હતું. બીજી બાજુ આ જ ઘટનામાં સામેના ચાર લોકોના જૂથે આવી નવઘણભાઈ નામના વ્યક્તિ પર હુમલો કરતા તેમનું પણ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ખોબા જેવા ગામમાં આટલી મોટી ઘટના બન્યા બાદ સ્મશાનવત્ શાંતિ છવાઈ ગઈ હતી.
આ સમગ્ર ઘટના મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણકાંઠાના જુના ડોગવાડ ગામે રવિવારની સમી સાંજે બનવા પામી હતી. અહીં ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામના ચાલીસ વર્ષીય રઘુભાઈ માલ ઢોરનો ધંધો કરવા માટે જુની જોગડ ગામે એક અઠવાડિયા પૂર્વે આવ્યા હતા.
જ્યાં ભેંસો ચરાવવા જેવી સામાન્ય બાબતમાં ત્રીસ વર્ષીય અસ્થિર મગજના નવઘણભાઈની સાથે આ વ્યક્તિને બોલાચાલી થઈ હતી. આ ઘટનાને જોતજોતામાં આગ પકડી હતી અને નવઘણે માથાના અને શરીરના ભાગે ઉપરાછાપરી પાઈપ વડે હુમલો કરતા રઘુભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. નાના એવા ગામમાં હત્યાનો આટલો મોટો બનાવ બની ગયો હોય ગ્રામ્યજનો શોકમાં ગરકાવ થઈ ગયાં હતાં અને ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા.
જોકે હત્યાનો આટલી જલ્દી બદલો લેવાશે તેવું કોઈએ વિચાર્યું નહોતું. ચાર લોકો અસ્થિર મગજના નવઘણભાઈ ઉપર તૂટી પડ્યા હતા અને તેની પણ કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. ઝઘડો કરનારા બંને લોકોના મોત થયા હતા. બનાવની જાણ થયા બાદ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત