Team Chabuk-Gujarat Desk: સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા જામનગરમાં પ્રોફેસર સાથે ફિલ્મીસીન ઘડાઈ ગયો હતો. જામનગર શહેરની પ્રતિષ્ઠિત મહિલા કોલેજના એક પ્રોફેસર પોતાની વિદ્યાર્થિનીના મોહમાં કેદ થઈ ગયા હતા. આ યુવતીએ તેમને જોગર્સ પાર્કમાં મળવા માટે બોલાવ્યા હતા. પ્રોફેસર યુવતીને મળવા ગયા તો ખેલ આખો પલટાય ગયો હતો. અહીં યુવતીના બોયફ્રેન્ડ સહિત તેના મિત્રોએ પ્રોફેસરને ઢોર માર પણ માર્યો હતો અને અપહરણ કરી 1.50 લાખ રૂપિયાની ઉઘરાણી પણ કરી હતી. હાલ આ કિસ્સાએ સમગ્ર જામનગરને વિસ્મયમાં ગળાડૂબ કરી નાખ્યું છે.
જામનગર શહેરની પ્રતિષ્ઠિત એવી એ.કે.દોશી મહિલા કોલેજનો આ કિસ્સો છે. અહીં અંગ્રેજી વિષયના પ્રોફેસર વિપુલભાઈ સાથે આ ઘટના બની હતી. તેઓ બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયા હતા. થોડા દિવસ પહેલા જ પ્રોફેસરે યુવતીની સમક્ષ લાગણીનો ધોધ વહેતો કરી દીધો હતો. યુવતીએ પ્રોફેસરને તેનો બોયફ્રેન્ડ હોવાનું જણાવ્યું છતાં પ્રોફેસરે તેની સાથેના સંબંધો ચાલુ રાખ્યા હતા. 9મી સપ્ટેમ્બરે ગુરૂવારના રોજ પ્રોફેસરે વિદ્યાર્થિનીને એકાન્તમાં મળવા માટે બોલાવી હતી. અહીંથી આઈસક્રિમ ખાવા માટે બંને જોગર્સ પાર્ક ગયા હતા. જોકે પ્રોફેસરને ખબર નહોતી કે ત્યાં એક જમ્બો આઈસક્રીમ તેમની પ્રતીક્ષા કરી રહ્યો છે.
અહીં યુવતીનો બોયફ્રેન્ડ મનોજ આવી ગયો હતો અને 46 વર્ષીય પ્રોફેસરને થપ્પડ ઝીંકી દઈ બળજબરીપૂર્વક પંચવટી ગૌશાળાના મેદાનમાં લઈ આવ્યો હતો. અહીં અન્ય એક સ્કોર્પિયોમાંથી જયપાલ સહિત અન્ય શખ્સો પણ ઉતર્યા હતા. તેમણે છરી સહિતના હથિયારો દેખાડ્યા હતા અને પાંચ લાખ રૂપિયાની માંગણી કહી હતી. પ્રોફેસરે પોતાના સસરાને વાત કરી હતી. દોઢ લાખનો મેળ કરી કાલાવાડ રોડ પર પૈસાની લેતીદેતી માટે બોલાવ્યા હતા. જ્યાં પ્રોફેસરને પૈસા લઈ છોડી મૂકવામાં આવ્યો હતો.
એકાએક બનેલી આ ઘટનાથી પ્રોફેસરના પતંગિયા ઉડી ગયાં હતાં. જોકે પત્ની અને મિત્રોને વાત કરતા તેમણે પ્રોફેસરને હિંમત આપી હતી અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ તો સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં પ્રોફેસરના અપહરણ અને ઉઘરાણીની ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. જેવો આ બનાવ પોલીસ પાસે પહોંચ્યો હતો કે પોલીસે તાત્કાલિક આરોપીઓને પકડી પાડ્યા હતા. અને કોરોના ટેસ્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત