Homeગામનાં ચોરેપંખો ચાલુ કરવા મહિલાએ પ્લગ નાખ્યો અને ત્રણ લોકોના જીવ ચાલ્યા ગયા

પંખો ચાલુ કરવા મહિલાએ પ્લગ નાખ્યો અને ત્રણ લોકોના જીવ ચાલ્યા ગયા

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં ત્રણ લોકોના મોતે સમસ્ત પ્રદેશને હચમચાવીને રાખી દીધું છે. આ મોત કોઈ હત્યા નથી પણ અકસ્માત છે. અહીંના દુબૌલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક પરિવારના ત્રણ લોકોના જીવ ગયા છે. પંખાનો પ્લગ લગાવતા સમયે કરન્ટ એટલો જોરદાર આવ્યો હતો કે માતા સહિત ત્રણ માસૂમ બાળકો ગંભીર રીતે ઝપેટમાં આવી ગયા હતા. તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પણ ત્રણેના મોત થઈ ગયા હતા. આ સિવાય એકનો ઈલાજ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહ્યો છે.

જાણકારી અનુસાર, જમુનીજોત ગામ નિવાસી રામપાલની ત્રીસ વર્ષીય પત્ની મેના દેવી રવિવારની બપોરે બાર વાગ્યાની આસપાસ જમવાનું જમી સાત વર્ષીય પુત્રી ચાંદની, પાંચ વર્ષીય પુત્ર પ્રેમ સાથે ઓરડામાં આરામ કરવા જઈ રહી હતી. ઓરડામાં પહોંચ્યા બાદ મેના પોતાના એક વર્ષીય પુત્રને ખોળામાં લઈ ટેબલ ફેનનો પ્લગ બોર્ડમાં લગાવવા ગઈ.

આ સમયે અચાનક પ્લગમાં જોરદાર કરન્ટ આવી ગયો હતો અને તેણી ઝપેટમાં આવી ગઈ હતી. માતાને આવી સ્થિતિમાં જોઈ તેમની બંને પુત્રી માતાને બચાવાવ માટે નજીક ગઈ હતી, જેથી ચાર લોકોને એકસાથે કરન્ટ લાગ્યો હતો. હાજર પરિવારજનો ઈલાજ માટે બહાદુરપુરની સીએસસીમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે માતા મેના દેવી, તેમની પુત્રી ચાંદની અને તેમના એક વર્ષના પુત્રને મૃતઘોષિત કરતા હોસ્પિટલમાં આક્રંદ છવાઈ ગયો હતો. જ્યારે પલ્લવીનો ઈલાજ વિશેષરગંજની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. આ ઘટના બન્યા બાદ આસપાસના લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કોઈએ નહોતું વિચાર્યું કે હસતો ખેલતો પરિવાર આ રીતે એક સાથે મોતને ભેટી જશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments