Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં એક યુવકને તેના સાળાની પત્ની સાથે પ્રેમ થઈ ગયો. ન માત્ર પ્રેમ પરંતુ બંને પતિ-પત્નીને છોડીને એક બીજા સાથે ફરાર પણ થઈ ગયા. 44 દિવસ સુધી ફરાર રહ્યા બાદ શહેરના એક પોલીસ સ્ટેશનમાં હાજર થયા. બીજી તરફ પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ ગંભીર આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાઈ છે. એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેના પતિ અને ભાભીને અનૈતિક સંબંધો છે. છેલ્લા ચાર વર્ષથી મહિલાનો પતિ અને ભાભી ભાઈ-બહેનને છેતરી રહ્યા છે. એટલું જ નહીં પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે પતિ મહિલાને ત્રાસ આપતો હોવાનો અને વારંવાર ઘરમાંથી કાઢી મુકતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
આરોપ છે કે, 44 દિવસ પહેલા મહિલાનો પતિ અને ભાઈની પત્ની ઘરેથી ભાગી ગયા હતાં. બાદમાં માધવપુરા પોલીસ મથકે હાજર થયા હતા. હાજર થતા જ આ મહિલા ત્યાં પહોંચી તો પતિએ છૂટું કરી દેવા ધમકી આપી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાનો આરોપ છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના માધવપુરાના દુધેશ્વર ખાતે આવેલી એક કોલોનીમાં 30 વર્ષીય મહિલા 9 વર્ષના પુત્ર અને 5 વર્ષની પુત્રી તથા પતિ અને સાસુ સસરા સાથે રહે છે. વર્ષ 2011માં આ મહિલાના લગ્ન થયા હતાં. છેલ્લા ચારેક વર્ષથી મહિલાનો પતિ તેને નાની નાની બાબતોમાં બોલીને ઝઘડા કરી ત્રાસ આપતો હતો. મહિલાને જાણવા મળ્યું કે તેના મોટા ભાઈની પત્ની સાથે પતિને અનૈતિક સંબંધો હતા અને તેની સાથે લગ્ન કરવા તે મહિલાને માર મારી ઝઘડા કરતો હતો.
આરોપ છે કે, 14મી ઓગસ્ટે મહિલાનો પતિ નોકરીએ જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો ત્યારબાદ ઘરે પરત ફર્યો ન હતો. બીજી તરફ મહિલાના ભાઈની પત્ની પણ એજ દિવસે ગુમ હતી. ભાભી ગુમ થવા બાબતે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી. જ્યાં મહિલાએ પણ માધવપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

ત્યારબાદ 44 દિવસ બાદ એટલે કે, ગત 26 સપ્ટેમ્બરે મહિલાનો પતિ અને ભાભી માધવપુરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જ્યાં મહિલા પણ આવી હતી. આરોપ છે કે, મહિલાના પોલીસ સ્ટેશનમાં આવતા જ પતિ અને ભાભીએ ધમકી આપીને કહ્યું હતું કે, તું અમારું શું બગાડી લઈશ અમે આ જ ઘરમાં રહીશું તું છૂટાછેડા લઈલે નહીં તો તને જાનથી મારી નાખીશ. હાલ આ મામલે
ઉલ્લેખનીય છે કે, જ્યારે થોડા સમય પહેલાં પતિએ મહિલાને મારમારી ઘરમાંથી કાઢી મુકી હતી ત્યારે પણ મહિલાએ તેના પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જો કે, બાદમાં સમાધાન થયું હતું.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત